અમદાવાદ : લોકડાઉનનો સમયગાળામાં લોકો કોરોનાથી ભયભીત થયેલા છે. એવામાં અમરેલીના રાજુલામાં રહેતા 13 વર્ષીય મુકેશને મગજના ભાગમાં આંતિરક ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે મુકેશના પિતા તેને લઇને મહુવા હોસ્પિટલમાં સારવાર અર્થ લાવ્યા હતા. પરંતુ અહીંના તબીબોએ મુકેશને ભાવનગરની હોસ્પિટલ લઇ જવા કહ્યું હતું. ભાવનગર આવ્યા બાદ ત્યાંના તબીબોએ અમદાવાદ સિવિલ વિશે જણાવ્યું હતું. તેથી મે મહિનામાં મુકેશના પિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એક આશા બાંધી આવી પહોંચ્યા.
લોકડાઉન દરમિયાન સિવિલ હોસ્પિટલના ઓર્થો તબીબો દ્વારા 13 વર્ષીય મુકેશને અસહ્ય પીડામાંથી 'અનલોક' કરાયો - Ortho doctors at the Civil Hospital in Ahmedabad
અમરેલીના રાજુલામાં રહેતા 13 વર્ષીય મુકેશ એક દિવસ સ્કુલમાં રમતા-રમતા પડી ગયો હતો ત્યારે તેને મગજના ભાગમાં આંતિરક ગંભીર ઇજા થઇ હતી. જેનો અનુભવ તેને બે-ત્રણ મહિના પછી થયો. એકાએક અસહ્ય પીડા થતા તેના પિતા મહુવા ખાતે વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. ત્યાંના તબીબોએ ભાવનગરની હોસ્પિટલનો સંદર્ભ આપ્યો. ભાવનગરના તબીબોએ કહ્યું અમદાવાદ સિવિલમાં જશો તો જ આ પીડાનું નિરાકરણ આવી શકશે.
જ્યારે અમદાવાદ સિવિલના ઓર્થો સર્જન દ્વારા પણ તેમને નિરાશ કરવામાં ન આવ્યા. મુકેશને હાથ-પગથી કામ કરવામાં તકલીફ પડી રહી હતી. શરીરનો જમણો ભાગ કામ ન કરી રહ્યો હોય તેવું મુકેશને અનુભવાઇ રહ્યું હતુ. જેના કારણોસર સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓર્થો સ્પાઈન સર્જન ડૉ. જે.પી.મોદી અને તેમની ટીમ દ્વારા મુકેશની સર્જરી હાથ ધરવામાં આવી. આવી જટીલ સર્જરીમાં ક્યાંય પણ ગફલત થઇ જાય તો ધાતકી સાબિત થતી હોય છે. જેને ધ્યાને રાખી સતત 3 કલાક ચાલેલી સર્જરી દરમિયાન અન્ય વિભાગના તબીબી નિષ્ણાંતનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો. આમ સહિયારા પ્રયાસો સાથે લોકડાઉનના કપરા સમયગાળામાં મુકેશને અસહ્ય પીડામાંથી અનલોક કરવામાં આવ્યો.