અમદાવાદ:શહેરનાસિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં ત્રણ અંગદાન (Organ Donation)થયા છે. ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના( Organ donation of three patients)અંગદાનમાં મળેલા 7 અંગોથી જરૂરિયાતમંદ દર્દીઓની વર્ષોની પીડાનો અંત આવ્યો છે. આ ત્રણ અંગદાનમાં આદિજાતિના 19 વર્ષીય બ્રેઇનડેડ ઉર્મિલાબેન વસાવાના પરિવારજનોએ કરેલો અંગદાનનો નિર્ણય રાજ્યના અનેક વનબંધુ માટે પ્રેરણારૂપ બન્યું છે.
સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં ત્રણ અંગદાન -અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના અસલાલીમાં રહેતા ઉર્મિલાબેનનું 20 મી માર્ચે માર્ગ અકસ્માત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર (Ahmedabad Civil Hospital)અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસની સારવાર દરમિયાન જીંદગી અને મોતની વચ્ચે ઝઝૂમ્યા બાદ તેઓ બ્રેઇનડેડ થયા. ઉર્મિલાબહેનના પરિવારજનોને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અંગદાન(Organ donation in Gujarat) માટેની પ્રેરણા અપાતા અંગદાનનો જનહિતલક્ષી નિર્ણય કર્યો. ઉર્મિલાબેનના અંગદાનમાં બે કિડની અને એક લીવર મળ્યું જે કિડની હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા જેના થકી તેમનું જીવન બદલાયું છે.
એક લીવરનું દાન મળ્યું -એવા જ એક અન્ય અંગદાતા મહેન્દ્રભાઇ વાધેલાને પણ 20 મી માર્ચે માથાના ભાગમાં ગંભીર ઇજા થતા ગઇ કાલે બ્રેઇનડેડ થયા હતા.પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરતા બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. ત્રીજા અંગદાતા 52 વર્ષીય માયારામભાઈ કોરી પણ બ્રેઇનડેડ થતા 19 મી માર્ચે તેમના પરિવારજનો દ્વારા અંગદાન માટેની તૈયારી દર્શાવાતા એક લીવરનું દાન મળ્યું હતુ.