- ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિએ વેગ પકડ્યો છે
- છેલ્લાં 10 મહિનામાં સિવિલ હોસ્પિટલમાં 18 વ્યક્તિથી અંગદાન મળ્યાં
- 62 જુદા જુદા અંગથી જુદા જુદા 50 લોકોના જીવ બચ્યાં
અમદાવાદઃ આપણાં સમાજમાં કહેવાય છે કે જરૂરિયાતમંદ માણસની વહારે ઇશ્વર વિવિધ સ્વરૂપે મદદ કરવા આવે છે. અંગદાનના કિસ્સામાં અંગદાતા એવા બ્રેઇનડેડ દર્દીઓ એ અંગદાન(Organ donation) મેળવનાર દર્દીઓ માટે ઇશ્વરતુલ્ય જ હોય છે, કેમ કે, આવા દાનથી તેમની જીંદગી ફરી વસંતની માફક ખિલી ઉઠે છે. તેથી જ અંગદાનને જીવનદાનની સમકક્ષ ગણાયું છે.
50 દિવસમાં 9 વ્યક્તિના અંગદાન મળ્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલ(Ahmedabad Civil Hospital)માં અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. ત્યારે છેલ્લાં 10 મહિના દરમિયાન આજ દિન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 18 લોકોના શરીરમાંથી મેળવેલા 62 જુદા જુદા અંગથી જુદા જુદા 50 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. છેલ્લે 8 નવેમ્બરે જે બ્રેઇનડેડ(Braindead patients) વ્યક્તિના અંગોનું દાન થયું તેને ગણતરીમાં લેતા છેલ્લાં 50 દિવસમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદને 9મું અંગદાન મળ્યું છે.
દીપક પ્રસાદનું 5 નવેમ્બરે બ્રેઇનડેડ જાહેર થયું હતું