અમદાવાદઃઆરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે (Health Minister Rishikesh Patel)અંગદાતા ભાવનાબહેન ઠાકોરના આંગણે જઈ પરિવારજનોને સાંત્વના આપી હતી. પ્રધાને અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા સ્થિત ભોજવા ગામે (Viramgam taluka Bhojwa village)અંગદાતા ભાવનાબેન ઠાકોરના બેસણામાં હાજરી આપી હતી. આરોગ્ય પ્રધાને ભાવના બહેનના પરિવારજનોને પ્રશસ્તિ પત્ર આપીને આ સેવાકાર્ય બદલ તેમના સ્વજનોનું સન્માન પણ કર્યું હતું. પરિવારજનોએ કરેલા અંગદાનનો હૃદયસ્પર્શી નિર્ણય રાજ્યના અનેકપરિવારો (Organ donation in Gujarat )માટે ઉદાહરણરૂપ બની રહેશે એવો ભાવ પ્રધાને આ ભાવુક ક્ષણે પ્રગટ કર્યો હતો.
આ પણ વાંચોઃઅંગદાન ક્ષેત્રમાં સુરતનું મહત્વનું સ્થાન, અત્યાર સુધીમાં 10 ઘટના બની