ગુજરાત

gujarat

ETV Bharat / state

Organ donation: અમદાવાદમાં 15 લોકોએ મૃત્યુ બાદ અંગદાન કર્યો નિર્ણય, પતિના અંગોના દાન કરવા માટે પત્નીનું સન્માન

અમદાવાદમાં પતિના છ અંગોનું દાન કરવા( Organ donation)બદલ પત્નીને શતાયુ ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સતાયુ ફાઉન્ડેશન દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 વર્ષથી વધુ લોકોને પોતાના અવસાન બાદ પોતાના અંગોના દાન કરીને અન્ય લોકોનું જીવન બચાવી શકાય.

Organ donation: અમદાવાદમાં 15 લોકોએ મૃત્યુ બાદ અંગદાન કર્યો નિર્ણય, પતિના અંગોના દાન કરવા માટે પત્નીનું સન્માન
Organ donation: અમદાવાદમાં 15 લોકોએ મૃત્યુ બાદ અંગદાન કર્યો નિર્ણય, પતિના અંગોના દાન કરવા માટે પત્નીનું સન્માન

By

Published : Mar 28, 2022, 3:34 PM IST

અમદાવાદઃ પતિના છ અંગદાન કરવા બદલ ભક્તિ મહેતાને સતાયુ ફાઉન્ડેશન દ્વારા સન્માનિત(Ahmedabad Satayu Foundation) કરવામાં આવ્યા હતા. કેવી રીતે લોકો અંગદાન કરી બીજાને મદદરૂપ થાય તે માટે જાગૃત કરવા આગામી સમયમાં કાર્યક્રમ કરવામાં આવશે.

પત્નીને સન્માનિત કરવમાં આવી

અંગોના દાન કરીને અન્ય લોકોનું જીવન બચાવી શકાય -19 માર્ચના રોજ અમદાવાદના નિશાન મહેતા નામના યુવકનું અવસાન થતાં જ તેના પરિવાર દ્વારા તેના 6 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સતાયુ ફાઉન્ડેશન દ્વારા( Organ donation)એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 વર્ષથી વધુ લોકોને પોતાના અવસાન બાદ પોતાના અંગોના દાન કરીને અન્યલોકોનું જીવન બચાવી શકાય.

શિબિરનું આયોજન કરવામાં આવ્યું -સમાજ સેવક યોગેશભાઈ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતુ કે 19 માર્ચના રોજ નિશાન દવેનું બ્રેઇન ડેડ થવાના કારણે અવસાન થયું હતું. જેમાં તેમની પત્ની ભક્તિ દ્વારા કરવામાં આવેલ નિર્ણયથી અમે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેમને એક પોતાના પતિના અંગદાન કરવા બદલ સન્માનિત અને એક પુસ્તક ભેટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃOrgan Donation: બે દિવસમાં થયેલ ત્રણ અંગદાનમાં મળેલા 7 અંગોથી પીડીતોનું જીવન બદલાયું

શિબિરમાં 15 લોકોએ અંગદાન કરવાનો કર્યો નિર્ણય -સતાયુ ફાઉન્ડેશન દ્વારા આ અંગદાનની પ્રોસેસમાં મદદરૂપ થશે. શિબિરમાં 60 લોકો ઉપસ્થિત હતા. જેમાંથી 15 લોકોએ પોતાના અવસાન બાદ અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે સતાયુ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા ફોર્મ અને કાર્ડ આપવામાં આવશે. જેમાં અવસાન બાદ તમામ પ્રોસેસની માહિતી મળી રહેશે.

પતિને વચન આપેલું હતું સાથે રહેવાનું - નિશાંત મહેતાના પત્ની ભક્તિ મહેતાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે મેં મારા પતિને વચન આપેલુ હતું કે સદાય તમારી સાથે રહીશ. પણ 41 વર્ષની ઉંમરે તેમને બ્રેઇન ડેડ થવાના કારણે અવસાન થયું હતું. તેમને સદાય મારી સાથે સાહે તે માટે એક માત્ર રસ્તો હતો. જે તેમના અંગદાન કરવો એટલે મેં તેમના 6 અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

હૃદય,કિડની સહિતના અંગો દાન કર્યા -નિશાન મહેતાનું હૃદય મુંબઈની હોસ્પિટલમાં દાનમાં મોકલવામાં આવ્યું છે. જયારે કિડની, લિવર તરત બાજુ ચાલતા ઓપરેશનમાં જરૂરત હોવાથી ત્યાં જ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમની આંખો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.

આ પણ વાંચોઃOrgan donation: સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે વ્યક્તિઓના અંગદાન, રાજસ્થાનના યુવકનું “હાર્ટ” જામનગરના બાળકમાં ધબકતું થયું

ABOUT THE AUTHOR

...view details