ગુજરાત

gujarat

ETV Bharat / state

Organ Donation: સિવિલમાં 110મું અંગદાન નોંધાયું, 3 વ્યક્તિને નવજીવન મળ્યું - અંગદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિમાં વેગ આવેલો જોવા મળી રહ્યો છે. છેલ્લા અઢી વર્ષમાં થયેલાં 110 અંગદાન દ્વારા અત્યારસુધીમાં 331 લોકોને નવજીવન પ્રાપ્ત થઇ ચૂક્યું છે. તાજેતરમાં બ્રેઇનડેડ યુવકના બે કિડની અને લિવરનું અંગદાન નોંધાયું હતું.

Organ Donation : અંગદાનની વેગ પકડતી પ્રવૃત્તિ, સિવિલમાં 110મું અંગદાન નોંધાયું ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું
Organ Donation : અંગદાનની વેગ પકડતી પ્રવૃત્તિ, સિવિલમાં 110મું અંગદાન નોંધાયું ત્રણ વ્યક્તિને નવજીવન મળ્યું

By

Published : May 16, 2023, 2:53 PM IST

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં અઢી વર્ષમાં અંગદાન પ્રવૃત્તિઓમાં સારો એવો વધારો નોંધાયેલો જોવા મળ્યો છે. લોકોમાં અંગદાનની પ્રવૃત્તિ વધે તે માટે થયેલા સામૂહિક પ્રયાસો અને પ્રચારપ્રસાર માધ્યમોમાં અંગદાનથી નવપલ્લવિત થતાં જીવન વિશે માહિતીઓ આપવામાં આવે છે જેને લઇને અંગદાન અંગે લોકોમાં સમજણ વધતાં બ્રેઇનડેડ વ્યકિતઓની પરિવારો ભારે હૃદયે પોતાના સ્વજનના અંગનું દાન કરવાનો નિર્ણય લેતાં થયાં છે. જણાવીએ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 110મું અંગદાન નોંધાયું છે.

બે કિડની અને લિવરનું અંગદાન : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલ 110માં અંગદાનની વિગત જોઇએ તો માતર તાલુકાના મેરૂ વણઝારા બ્રેઇનડેડ થયાં હતાં. ત્યારે પરિવારજનોના અંગદાન નિર્ણયથી અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા કરવામાં આવી હતી જેનાથી બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતું. 13 મેએ મેરૂ વણઝારાને માર્ગ અકસ્માત નડ્યો હતો જેમાં મેરુ વણઝારાને માથામાંં ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે તેમની સ્થિતિ વધુ ગંભીર બનતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.

બે કિડની અને લિવરનું અંગદાન

સઘન સારવાર બાદ મોત :અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેરુ વણઝારાની પ્રાથમિક તપાસમાં સ્થિતિ ગંભીર જણાતા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં જ્યાં તેમની વધુ સઘન સારવાર કરવામાં આવી રહી હતી. ડોક્ટરોની 48 કલાકની ભારે જહેમત છતાં પણ દર્દીને બચાવી લેવામાં સફળતા ન મળી અને અંતે મેરુ વણઝારાને 15 મેના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.

સોટ્ટો ટીમનું કાઉન્સિલિંગ : મેરુ વણઝારા બ્રેઇનડેડ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત SOTTO (State Organ Tissue And Transplant Organisation) ટીમ દ્વારા તેમના સ્વજનોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાતાઓની યાદમાં બનાવાયેલા અમર કક્ષમાં બેસાડીને અંગદાન પ્રવૃત્તિ શું છે તે કઇ રીતે થાય છે અને તેનાથી અન્ય દર્દીઓને મળતાં નવજીવન વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. જેને લઇને સ્વજનોએ પોતાના પરિવારના મૃત સદસ્યનું અંગદાન કરવા સહમતિ આપી હતી.

110 અંગદાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 110 અંગદાતાઓ દ્વારા કુલ 356 અંગો દાનમાં મળ્યાં છે. જેમાં કુલ 188 કિડની 98 લીવર 32 હ્રદય 6 હાથ 24 ફેફસા 2 નાના આંતરડા અને 92 કોર્નિયા પ્રાપ્ત થયાં હતાં. જેને પગલે 331 દર્દીઓમાં અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કરીને તેઓને નવજીવન આપવામાં સફળતા મળી છે... ડો. રાકેશ જોષી (સુપરિન્ટેન્ડન્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ)

રીટ્રાઇવલ સર્જરી :અહીં જોવા જેવી બાબત એ છે કે, ગમખ્વાર અકસ્માતમાં એક ભાઇએ જીવ ગુમાવ્યો ત્યારે બીજા ભાઇએ અંગદાનનો હિતકારી નિર્ણય કરીને જરૂરિયાતમંદને મદદરૂપ થવાનું અને વણઝારા પરિવારનો દીપ અન્ય પરિવારોમાં પ્રજવલ્લિત રહે તેનો ભારે હૃદયે સ્વીકાર કર્યો હતો. મેરુ વણઝારાના મૃતદેહને તે બાદ તબીબોની ટીમ દ્વારા રીટ્રાઇવલ સર્જરી માટે સેન્ટરમાં લઇ જવાયો અને કલાકોની મહેનત બાદ બે કિડની અને લિવરનું દાન પ્રાપ્ત થયું હતું.

  1. Organ Donation in Surat : 24 કલાકમાં આ ત્રણ બ્રેઇનડેડ તરફથી અંગદાનનો ઇતિહાસ રચાયો, પ્રથમવાર હૃદયનું દાન મેળવતી નવી સિવિલ હોસ્પિટલ
  2. Surat News : એક જ દિવસે બે દર્દીના અંગદાનથી 10 લોકોનો જીવનમાં નવો પ્રકાશ
  3. Prime Ministers Award : અંગદાન ક્ષેત્રમાં નવીન પહેલ માટે સોટ્ટોને પ્રધાનમંત્રી એવોર્ડ એનાયત થશે

અંગ પ્રત્યારોપિત કરાયાં : અમદાવાદ સિવિલ મેડિસિટી સંકુલમાં સ્થિત કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયેલા જરુરતમંદ દર્દીઓમાં બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું અને લિવરનું પ્રત્યારોપણ અન્ય એક ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીમાં કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details