અમદાવાદ: કિરણ પટેલ સામે નારોલની જમીનનો છેતરપિંડીનો કેસમાં રિમાન્ડ પૂર્ણ થતા કિરણ પટેલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કેસ મામલે કોઈપણ પ્રકારના ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ રિમાન્ડ માંગણી કરવામાં ન આવતા હવે કોર્ટે તેમને કસ્ટડીમાં મોકલી દેવા માટે આદેશ કર્યો છે.
જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ: કિરણ પટેલે જમ્મુ કાશ્મીરમાં પોતે પીએમઓના અધિકારી હોવાની ઓળખ આપીને વિવિધ લોગો સાથે બેઠકો કરી હતી. કિરણ પટેલ સામે અત્યાર સુધીમાં જેટલી ફરિયાદી નોંધવામાં આવી છે. જેમાં જવાહર ચાવડાનું મકાન પચાવી પાડવાના કેસમાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી ફરિયાદ G20 માં હયાત હોટલ ખાતે બિલ અધૂરા રાખ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે અને ત્રીજી ફરિયાદ જેમાં 80 લાખ જેટલા રૂપિયાની ઠગાઈ હાજરી હોવાની ફરિયાદ નોંધવામાં આવે છે.
મંગળવારે સુનાવણી: આ વિવિધ ફરિયાદો ના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલના રિમાન્ડ માંગવામાં આવતા હતા. જોકે હવે તમામ કેસોની તપાસ પૂર્ણ થઈ જતા હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હતી. કિરણ પટેલને કસ્ટડીમાં મોકલી દેવાના આદેશની સાથે કિરણ પટેલ દ્વારા કાયમી જામીન માટે અરજી કરી છે. તેમાં મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે કિરણ પટેલને જામીન મળશે કે નહીં તે સુનાવણી બાદ ખ્યાલ આવશે.