હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીમાં સામાન્ય રાહત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, અમરેલી, સાબરકાંઠામાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર છે.
ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદ 43.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર - gujarat
અમદાવાદ: સમગ્ર દેશમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે ગુજરાતમાં પણ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. આજે અમદાવાદ શહેરનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું.
અમદાવાદ શહેરનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાતા ગુજરાત રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે અમરેલી જિલ્લાનું તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું હતું. સુરેન્દ્રનગરનું તાપમાન 42. 8 ડિગ્રી, રાજકોટ 42.4 ડિગ્રી વડોદરા 41 ડિગ્રી ડીસા 41.5 ડિગ્રી જ્યારે સુરત શહેરનું તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ધીરે-ધીરે તાપમાનમાં ઘટાડો નોંધાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના શહેરોમાં હિટવેવ અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સપ્તાહ સુધી વરસાદની કોઈ આગાહી નથી.