અમદાવાદઃ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા (Bharatiya Janata Party)સમગ્ર ગુજરાતમાં ઓરલ હેલ્થ ડે નિમિતે( Oral health Month 2022 )રાજ્યની 579 જગ્યા પર હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે.
હેલ્થ ચેકઅપનું આયોજન કરાયું અમદાવાદના 48 વોર્ડમાં મેડિકલ ચેકઅપ -ડૉ.ધર્મેન્દ્ર ગજ્જરે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં 579 જગ્યા પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્લ્ડ ઓરલ હેલ્થ ડે નિમિતે ઓરલ કેન્સર ડિટેક્શન અને ઓરલહેલ્થ ચેકઅપનું (National Oral health Day)આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે અમદાવાદના તમામ 48 વોર્ડ માં મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 હજારથી વધારે લોકો ચેકઅપ કરવામાં આવશે જે એક રેકોર્ડ સ્થપાશે.
આ પણ વાંચોઃવર્લ્ડ ડાયજેસ્ટિવ હેલ્થ ડે 2021#WDHD
અગાઉ ભાજપનો રોકોર્ડ તૂટશે -અગાઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે પણ મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 21 હજારથી વધારે લોકોનું મેડિકલ ચેકઅપ કરી રેકોર્ડ થયો હતો પણ આ વખતે 30 હજાર ચેકઅપ કરી નવો રેકોર્ડ થશે.
650થી વધારે ડોકટરનું માર્ગદર્શન -ચેકઅપ દરમિયાન જો કોઈ દર્દીને પ્રારંભિક લક્ષણો જણાશે તો એમને આગળની સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવશે.આ મેડિકલ ચેકઅપમાં સમગ્ર ગુજરાતના 650થી પણ વધારે દાંતના ડૉકટર કેન્સર સર્જન અને ENT સર્જન ડોકટર માર્ગદર્શન પૂરું પાડશે.
આ પણ વાંચોઃવર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે ફિઝિશયન એસ. એસ. સિંઘની ETV BHARAT સાથે ખાસ વાતચીત..