- ઓનલાઈન પરીક્ષામાં 90 મિનિટ ફાળવવા વિદ્યાર્થીઓની માગ
- 50 મિનિટમાં 50 પ્રશ્નોના જવાબ આપવા અઘરા : વિદ્યાર્થીઓ
- એક મિનિટ પછી પ્રશ્ન જાતે જ સ્ક્રિન પરથી ગાયબ થઈ જશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા માટે વિદ્યાર્થીઓને 50 મિનિટમાં 50 પ્રશ્નોના જવાબ આપવાનો વિકલ્પ આપ્યો છે, જેમાં પ્રત્યેક પ્રશ્નદીઠ માત્ર એક જ મિનિટ ફાળવવામાં આવશે. આવું ફરજિયાત કરાતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો છે. જો વિદ્યાર્થી એક મિનિટમાં જે તે પ્રશ્નોનો જવાબ ન આપે તો તે પ્રશ્ન સ્ક્રીન પરથી જાતે જ ગાયબ થઈ જશે. આ સિવાય 50 પશ્ન માટે 50 મિનિટ પૂરતી ન હોવાનો સ્પષ્ટ મત વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કર્યો છે અને 90 મિનિટનો સમય ફાળવવા માગ કરી છે.