અમદાવાદ: કોરોનાને કારણે 20 જાન્યુઆરી શરૂ થતી જીટીયુની SEM 3ની પરીક્ષા મોકૂફ (Exam of GTU SEM 3 ) રખાયા બાદ હવે 15 ફેબ્રુઆરીથી પરીક્ષા ઓફલાઈન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ પરીક્ષાને લઈને ઓનલાઈનનો વિકલ્પ નહીં આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી છે ત્યારે NSUI દ્વારા GTUમાં વિરોધ(Opposition in GTU by NSUI) કરવામાં આવ્યો હતો.
ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ આપવામાં માંગ
GTUના વિદ્યાર્થીઓએ આ મામલે સોશયલ મીડિયા ઉપર પણ પોતાનો વિરોધ શરૂ કર્યું હતો અને GTU SEM 3 ની પરીક્ષામાં(Gujarat Technological University) ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વિદ્યાર્થીના આ વિરોધને લઈને NSUIએ સમર્થન આપ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બંને પ્રકારના વિકલ્પ આપવા સાથે જ ચોઇસ ફીલિંગ આપવામાં આવે તેવી માંગ NSUI દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃઅમદાવાદ GTUમાં 27 જાન્યુઆરીના રોજ 11મો પદવીદાન સમારોહ યોજાશે
કોરોનાને ધ્યાનમાં લઈને GTU પરીક્ષામાં બે વિકલ્પ આપવા જોઈએ