ટિકિટમાં ચાલતા ગોટાળા અને દારૂ જુગારને બંધ કરવાને લઈ અમદાવાદ રેલવે અમદૂપુરા ખાતે આવેલ D.R.M. ઓફિસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ વિપક્ષના નેતા દિનેશ શર્મા અને કોંગ્રેસના કાર્યકરોએ રેલવે ડીઆરએમ દિપક ઝાને આવેદનપત્ર આપ્યું હતું.
અમદાવાદ રેલવેમાં ચાલતી ગેરરીતિ સામે કોંગ્રેસનો વિરોધ - D.R.M. Ahmedabad at the office
અમદાવાદઃ શહેરમાં રેલવેમાં થતા ભ્રષ્ટાચાર વારંવાર સામે આવતા રહે છે, ત્યારે ફરી એકવાર ભારતીય રેલવેમાં ચાલતી ગેરરીતી સામે આવી છે. જેના પગલે રેલવેમાં મુસાફરી કરતા યાત્રીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. વિપક્ષના જણાવ્યા પ્રમાણે રેલવેમાં દારૂના જુગાર અને ટિકિટમાં કૌભાંડ ચાલી રહ્યા છે.
![અમદાવાદ રેલવેમાં ચાલતી ગેરરીતિ સામે કોંગ્રેસનો વિરોધ ahemdabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5430684-thumbnail-3x2-ahemdabad.jpg)
અમદાવાદ રેલ્વેમાં ચાલતી ગેરરીતિના પગલે કોંગ્રેસનો વિરોધ
કોંગ્રેસે રેલવે પ્રશાસન મુરદાબાદ, રેલવે મેં કાળાબજારી નહિ ચલેગીનાં નારા લગાવ્યા હતા. 10 દિવસમાં આ ગેરરીતિઓ બંધ નહિ કરવામાં આવે તો કાલુપુર રેલવે સ્ટેશન પર ધરણાં કરવાની પણ ચીમકી કોંગ્રેસના નેતાએ ઉચ્ચારી હતી. કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં આ વિરોધમાં ઉપસ્થિત રહ્યા હતા.