નાગરિક્તા સંશોધન બિલ અને જામિયામાં થયેલા વિદ્યાર્થીઓ પરના અત્યાચારના પડઘા અમદાવાદમાં પણ પડ્યા હતા. સોમવારે વિદ્યાર્થીઓ દ્વારા IIM બહાર વિરોધ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ પરવાનગી ન હોવાથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, ત્યારે મંગળવારે વિદ્યાર્થીઓએ પરવાનગી સાથે ગાંધી આશ્રમની બહાર બેનરો સાથે સુત્રોચ્ચાર કરીને 2 કલાક સુધી વિરોધ કર્યો હતો.
અમદાવાદમાં બીજા દિવસે પણ CAAનો વિરોધ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યએ પણ કર્યો વિરોધ - CAB Protest
અમદાવાદઃ નાગરિક્તા સંશોધન બિલનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે, ત્યારે શહેરમાં પણ આ બિલના વિરોધને વિદ્યાર્થીઓએ પણ સમર્થન આપ્યું હતું. જ્યાં સુધી કાયદો પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
અમદાવાદમાં બીજા દિવસે પણ CABનો વિરોધ
વિદ્યાર્થીઓ વિરોધ કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયા હતા અને વિદ્યાર્થીઓના સમર્થનમાં વકીલ, સામાજિક કાર્યકરો, રાજકીય પક્ષ પણ જોડાયા હતા અને બેનરો સાથે વિરોધ કર્યો હતો. ગાંધી આશ્રમ ખાતે 300થી વધુ વિદ્યાર્થીઓે સાથે અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી, પ્રવક્તા મનીષ દોશી પણ હાજર રહ્યા હતા. આ તમામ લોકોએ બેનરો સાથે કાયદો પાછો ખેંચવા માગ કરી હતી.
Last Updated : Dec 18, 2019, 7:45 AM IST