ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના જમાલપુરમાં પાથરણાવાળા ધંધાર્થીઓ દ્વારા AMC સામે વિરોધ - Jamalpur protests against AMC

અમદાવાદ: જમાલપુર બ્રિજ નીચે 40 વર્ષથી પાથરણવાળા ધંધો કરી ગુજરાન ચલાવતા હતા. ત્યારે હપ્તાના નામે અસામાજીક તત્વોનો ત્રાસ અને બીજી તરફ AMCના અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામને હટાવવાને લઈને પરેશાન કરતા હોવાનો આક્ષેપ ધંધાર્થીઓ દ્વારા કરાયો છે.

ahemdabad
અમદાવાદના જમાલપુરમાં પાથરણાવાળા દ્વારા AMC સામે વિરોધ

By

Published : Jan 6, 2020, 10:24 PM IST

અમદાવાદ શહેરના જમાલપુર પાથરણાવાળાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે વિરોધ પ્રદર્શન કર્યુ છે. જેમાં પાથરણાવાળાઓેએ આક્ષેપ કર્યો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ગેયરકાયદેસર બાંધકામને હટાવવાને લઇને પરેશાન કરી રહ્યાં છે. જો કે, જમાલપુરના પાથરણાવાળાઓને હવે કોંગ્રેસના નેતાઓ મેદાનમાં આવ્યાં છે. પાથરણવાળાના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલા પણ જોડાયા છે.

અમદાવાદના જમાલપુરમાં પાથરણાવાળા દ્વારા AMC સામે વિરોધ

જમાલપુર ખાતે પાથરણાવાળાઓએ જણાવ્યું હતું કે, તેઓ 40 વર્ષથી અહીં ધંધો કરીને ગુજરાન ચલાવે છે. પાથરણાવાળાઓએ કહ્યું કે એક તરફ હપ્તાના નામે અસામાજીક તત્વોનો ત્રાસ છે. તો બીજી તરફ AMCના અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામને હટાવવાને લઇને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details