ગુજરાત

gujarat

ETV Bharat / state

પરીક્ષાનો વિરોધ કરતી NSUIએ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કર્યું - ahmedabad

કોરોના મહામારી વચ્ચે ગુરૂવારથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. આ પરીક્ષાઓ રદ કરવાની માંગણી સાથે નીકળેલા વિદ્યાર્થી સંગઠન NSUIએ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કર્યુ હતું.

etv bharat
પરીક્ષાનો વિરોધ કરતી NSUIએ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કર્યું

By

Published : Sep 3, 2020, 7:02 PM IST

અમદાવાદ: દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ મહામારીમાં પરીક્ષાઓ રદ કરવાની માંગણી સાથે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા પણ કરવામાં આવ્યા હતા. પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલન વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા યોજાઈ રહી છે.

પરીક્ષાનો વિરોધ કરતી NSUIએ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કર્યું

જેથી કોરોના વાઇરસની તકેદારી રાખીને હાલ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. ત્યારે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા પહેલા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે હવે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે સૂચવે છે કે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા કરવામાં આવતો વિરોધ પ્રદર્શન માત્ર પોતાની નામના વધારવા માટે કરવામાં આવી રહ્યો હતો.

પરીક્ષાનો વિરોધ કરતી NSUIએ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કર્યું

વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાય અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે શિક્ષણ વિભાગ કટિબદ્ધ હતું અને તે તમામ તકેદારીઓને ધ્યાનમાં રાખી પરીક્ષાનું આયોજન કર્યું હતું.

પરીક્ષાનો વિરોધ કરતી NSUIએ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કર્યું

ABOUT THE AUTHOR

...view details