ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે મહંત દિલીપદાસનો અભિપ્રાય - CM રૂપાણી

હાઈકોર્ટે જગન્નાથની રથયાત્રા ન યોજવા આદેશ આપ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ન યોજવા બાબતે જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીનએ જણાવ્યું કે, ભક્તો માટે બહુ જલદી સારા સમાચાર આવશે.

મહંત દિલીપદાસ
મહંત દિલીપદાસ

By

Published : Jun 22, 2020, 8:16 PM IST

અમદાવાદઃ જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસે મોટું નિવેદન સામે આવ્યું છે. મહંતે જણાવ્યું કે, રથયાત્રા કાઢવા માટે મંદિર અને સરકાર તૈયાર છે. ભક્તો માટે ઝડપથી સારા સમાચાર આવશે. એવી પણ માહિતી મળી છે કે, CM રૂપાણીએ રથયાત્રા અંગે મહંત સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.

આ શહેરોની રથયાત્રા રદ

  • અમદાવાદ
  • સુરત
  • વડોદરા
  • પાટણ

બીજી તરફ હિન્દુ વાહિનીની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હિન્દુ યુવા વાહિનીએ મર્યાદિત રૂટ પર રથયાત્રા નીકળવા દેવા માટે સહમતી માંગતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. હાઇકોર્ટે અરજી મુદ્દે ટકોર કરી હતી કે, સરકાર અને મંદિર પ્રશાસને મંદિરમાં જ રથયાત્રા કરવા માટે કરેલા નિર્ણય યોગ્ય છે. એક NGO તરીકે કોરોનાની મહામારીના સમયમાં આ પ્રકારની અરજી કરવી યોગ્ય નથી.

અમદાવાદ જગન્નાથ રથયાત્રા બાબતે મહંત દિલીપદાસનો અભિપ્રાય

આ પહેલા ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં રથયાત્રા કાઢવા મામલે રોક લગાવી હતી. ગુજરાત હાઇકોર્ટે પુરીની રથયાત્રા અંગે કેન્દ્રિય માર્ગદર્શિકા અને સુપ્રીમ કોર્ટના ઓરિસ્સાના જગન્નાથ પુરીની રથયાત્રાને રદ કરવાના ચુકાદાના આધારે અમદાવાદમાં યોજાનારી રથયાત્રા પર સ્ટે આપ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટનાં આ નિર્ણયથી જગન્નાથ ભગવાનનાં લાખો ભક્તો દુઃખી થયા છે પરંતુ કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણય લીધો હતો. જગન્નાથ મંદિર ખાતે યોજાયેલી ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, પોલીસ કમિશનર, મેયર અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે યોજાયેલી મહત્ત્વની બેઠકમાં પણ રથયાત્રા નહીં કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details