ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં CMના હસ્તે 'રાજાધિરાજ' બુક અને દ્વારકાધીશની પીછવાઇ કલાનું કરાયું વિમોચન - શ્રી કૃષ્ણ પીછવાઇ

અમદાવાદ: રીલાયન્સ ગ્રુપના સિનીયર પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીની પહેલ હેઠળ તૈયાર કરાયેલ ‘રાજાધિરાજ’ બુક અને દ્વારકાધીશની પીછવાઈ કલાના ચિત્રોનું શુક્રવાના રોજ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેનું વિમોચન ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું. વધુમાં કોફી ટેબલનું પણ વિમોચન કર્યું હતું. આ પ્રસંગ્રે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં CMના હસ્તે 'રાજાધિરાજ' બુક અને દ્વારકાધીશની પીછવાઇ કલાનું કરાયું વિમોચન

By

Published : Aug 10, 2019, 2:11 AM IST

વધુમાં જણાવીએ તો, આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, આજે જ્યારે માનવી ત્રસ્ત અને વ્યસ્ત છે. ત્યારે રાજાધિરાજ શ્રીકૃષ્ણના જીવનમાંથી જીવન જીવવાની નિરંતર પ્રેરણા મળે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે કેબલ બ્રિજના નિર્માણનું કાર્ય ચાલે છે. પાવાગઢથી માંડી ગિરનાર સુધીના તિર્થ સ્થાનોનો વિકાસ થાય તેવા પ્રયાસો સરકાર કરી રહી છે.

અમદાવાદમાં CMના હસ્તે 'રાજાધિરાજ' બુક અને દ્વારકાધીશની પીછવાઇ કલાનું કરાયું વિમોચન

કૃષ્ણની લીલાઓ અને પ્રેરણાત્મક વાતો રાજાધિરાજ પુસ્તકમાં સમાવિષ્ટ કરી સમાજને સાચી દિશા આપવાનું આધ્યાત્મિક સાથે પ્રેરણાત્મક કાર્ય માટે મુખ્યપ્રધાને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, ‘કૃષ્ણ ક્યાંય નથી, છતાં બધે જ છે’ તેવી ફિલોસોફી એ કૃષ્ણની સાર્વત્રિકતા દર્શાવે છે. જીવનની કઠિન ઘડીઓમાં કૃષ્ણચરિત્ર આપણને પ્રેરણાનાં પિયુષ પૂરા પાડે છે. ત્યારે ધનરાજભાઇ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ પુસ્તક રાઇટ જોબ એટ રાઈટ ટાઈમ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગૃપ પ્રેસિડન્ટ ધનરાજભાઈ નથવાણીએ પુસ્તકના વિચાર અંગે જણાવ્યું કે, દ્વારકા વિશે વધુને વધુ લોકોને જાણકારી મળે અને લોકોની શ્રધ્ધાને પોષતા વધુને વધુ દ્વારકાધીશના ભજન અને દ્વારકાધીશની પ્રિય એવી પીછવાઇ લોકો સુધી પહોંચે તેવા ખ્યાલમાંથી આ પુસ્તક સર્જનનો વિચાર આવ્યો હતો.

જાણીતા ગાયકો પાર્થિવ ગોહિલ, મોસમ-મલકા, કિંજલ દવે, કિર્તિદાન ગઢવીએ ભક્તિ સંગીત રજૂ કર્યું હતું. કાજલ ઓઝા વૈદ્યે કાર્યક્રમની ભૂમિકા બાંધી સમગ્ર પુસ્તકના સર્જનની વાત કરી હતી. આ વિમોચન પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, અન્ન, નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, રિલાયન્સના સિનિયર ગૃપ પ્રેસિડેન્ટ પરિમલભાઇ નથવાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, સાંસદ પૂનમ માડમ, જય શાહ, દ્વારકેશલાલજી મહારાજ, અનંત અંબાણી તથા પ્રતિષ્ઠિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details