ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 30 જૂને ઓનલાઇન ભરતીમેળાનું આયોજન

અમદાવાદમાં રોજગાર કચેરી દ્વારા રોજગાર ઇચ્છુક ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો પૂરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે.ભરતીમેળામાં નોકરીદાતાઓ પાસેથી મેળવેલી વેકેન્સી અનુસાર ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

અમદાવાદમાં 30 જૂને ઓનલાઇન ભરતીમેળાનું આયોજન
અમદાવાદમાં 30 જૂને ઓનલાઇન ભરતીમેળાનું આયોજન

By

Published : Jun 26, 2020, 10:28 PM IST

અમદાવાદ : નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને કારણે બેરોજગાર યુવાનો તથા નોકરીદાતાઓને એક જગ્યા પર એકત્રિત કરી સામાન્ય ભરતી મેળા યોજવા શક્ય નથી.તેથી રોજગાર ઇચ્છુક યુવાનોને રોજગાર મળી રહે તથા નોકરીદાતાઓને પણ રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે,તે હેતુથી ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં રોજગાર વાંછું યુવાઓએ પોતાની વિગત cutt.ly/XyC1PR1 લિંક ઉપર અપલોડ કરવાની રહેશે.જેમાં ધોરણ-8 પાસથી ગ્રેજ્યુએટ કક્ષાના ઉમેદવારો તેમજ ITI- ફીટર કે વેલ્ડર,ટર્નર, મશીનીષ્ટ, MMV, એપ્રેન્ટીસ પાસ કરેલ ઉમેદવારો પણ ભાગ લઇ શકશે.


મદદનીશ નિયામક રોજગાર અમદાવાદ એસ.આર.વિજયવર્ગીયે જણાવ્યું છે કે,રોજગાર ઈચ્છુકોને રોજગાર કચેરી આવવાની જરૂર નથી.ઇન્ટરવ્યૂની પ્રક્રિયા વેબ કેમેરા દ્વારા ઓનલાઇન હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details