અમદાવાદ: ઓનલાઈન છેતરપિંના કિસ્સાના વધતાં પ્રમાણમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના એક વેપારીને મોબાઈલ કંપનીના નામનો ઇ મેઈલ કરી આધાર કાર્ડની ડીટેલ મંગાવી લીધી હતી. બાદમાં કાર્ડ બંધ કરાવી વેપારીના ખાતામાંથી ૧૬ લાખ ઉઠાવી લીધાં હતાં. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ચેતજો, કાર્ડ સ્વિપિંગ કરી અમદાવાદના વેપારીના ખાતામાંથી 16 લાખ ઉપડી ગયાં
ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યાં છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વેપારીને મોબાઈલ કંપનીના નામનો ઇ મેઈલ કરી આધાર કાર્ડની ડીટેલ મંગાવી કાર્ડ બંધ કરાવી વેપારીના ખાતામાંથી 16 લાખ ઉઠાવી લીધાં હતાં. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
નવરંગપુરામાં રહેતા નીતિન શાહ નામના વેપારીએ ફરિયાદ નોધાવી છે કે 9 માર્ચે વોડાફોન કંપનીના નામથી અજાણ્યાં શખ્સે ઇ મેઈલ કર્યો હતો જેમાં આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લીંક નહીં કરવામાં આવે તો નંબર બંધ થઇ જશે.જેથી વેપારીએ આધાર કાર્ડ સ્કેન કરી ઇ મેઈલમાં મોકલ્યું હતું. જે બાદ 12 માર્ચે વેપારીનો ફોન બંધ થઇ ગયો હતો. જેની તપાસ કરાવતાં જાણવા મળ્યું હતું કે વાપીથી સીમકાર્ડ બંધ થઇ નવું પોસ્ટ પેઈડ કાર્ડ શરુ કરવામાં આવ્યું છે..
સમગ્ર ઘટના બાદ વેપારીએ બેંક એકાઉન્ટ ચેક કર્યું હતું જે જોતાં જાણવા મળ્યું હતું કે ૩ અલગ અલગ ટ્રાન્નઝેક્શન થઈને 16 લાખ અજાણ્યાં શખ્સના ખાતાંમાં ટ્રાન્સફર થઇ ગયા છે. સમગ્ર હકીકત સામે આવતાં વેપારીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.