અમદાવાદ: શહેરમાં સેટેલાઈટ વિસ્તારમાં શિવરંજિની સોસાયટીમાં રહેતાં રક્ષાબેન ભટ્ટના મોબાઈલ પર એક કોલ આવ્યો હતો. સામેની બાજુએથી પેઈંગ ગેસ્ટ અંગેની ઈન્કવાયરી કર્યા બાદ તેમને ત્યાં પોતાની દીકરીને પેઈંગ ગેસ્ટ તરીકે રાખવાની વાત કરી હતી. પેઈંગ ગેસ્ટના ચાર્જ પેટે ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી આપોપીએ રક્ષાબેનના મોબાઈલ પર લિંક મોકલી હતી પછી રક્ષાબેનના મોબાઈલ પર આવેલા બાર કોડ સ્કેન કરતાંની સાથે જ રક્ષાબેનના ખાતામાં કંઈ આવ્યું નહીં, પરંતુ તેમના ખાતામાંથી 59 હજાર રૂપિયા ડેબિટ થઈ ગયા હતા. આ રીતે આરોપીએ રક્ષાબેનને પોથાની જાળમાં ફસાવામાં કામયાબ રહ્યો હતો. રક્ષાબેને પોતાની સાથે થયેલી ઠગાઈ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લાલંચ અને ત્તપરતા બની ઠગાઈનું કારણ
અમદાવાદમાં સાયબર ક્રાઇમનો ગુનો વધુ એક કિસ્સો સેટેલાઈટ વિસ્તારમાંથી સામે આવ્યો છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં હર્ષ શાહ પર ફોન આવ્યો અને સામેથી કહેવાયું હતું કે, અમેઝોન કંપનીના લકી ડ્રોમાં તમને ઈનામ લાગ્યું છે. હવે જો ઈનામ મળવવું હોય તો ઓનલાઈન રૂપિયા ભરવા પડશે. હર્ષ શાહ ઈનામ મેળવવાની લાલચમાં પૈસા ભરવા માટે રાજી થઈ ગયા અને સાયબર-ગઠિયાએ આપેલી લિંક પર 99 હજાર જમા કરાવી દીધા. રૂપિયા જમા કરાવ્યા બાદ તેમને ઈનામ તો ના મળ્યું, પણ 99 હજારનો ઘાટો થઇ ગયો. આ ઘટનાની તેમણે ફરિયાદ નોંધાવી છે.
માણસોની લાલચનો અંત ક્યારે, આ લાલચના પગલે 8.89 લાખ રૂપિયાનો ફ્રોડ
ત્રીજો કિસ્સો એલિસબ્રિજ વિસ્તારમાં જીવન જ્યોત ફ્લેટમાંથી સામે આવ્યો છે. સુવર્ણાબેન શાંતિલાલ કાપડિયા નામનાં 87 વર્ષીય વૃદ્ધાના મોબાઈલ પર ફોન આવ્યો અને પોતે બેન્કનો કર્મચારી હોવાની ઓળખાણ આપી હતી. સુવર્ણાબેનને વિશ્વાસમાં લઈને તેમનું SBI બેન્કનું KYC અપટેડ કરવાનું કહીને તેમની પાસે તમામ વિગતો મેળવી લેવામાં આવી હતી. ગઠિયાને બધી વિગતો મળી જતાં તેણે સુવર્ણાબહેનના ખાતામાંથી 8.89 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે વૃદ્ધાને જાણ થતાં તેમણે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
પાર્ટટાઈમ જોબની ઓફર કરી અને પૈસા કમાવાની લાલચ આપી ફ્રોડ