ગુજરાત

gujarat

ETV Bharat / state

One Nation One Challan: આ 3 મુદ્દાઓ પર થશે કાર્યવાહી, કોર્ટના ધક્કાથી બચવા આટલું કરો - અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગ

સમગ્ર રાજ્યમાં 16મી જાન્યુઆરી 2023થી વન નેશન વન ચલણની અમલવારી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગ છેલ્લા ઘણા સમયથી આ કામગીરી કરી રહ્યું છે. જોકે, આ માટે 3 મુદ્દાઓ પર કાર્યવાહી થશે. સાથે જ જો ધ્યાન નહીં રાખો તો કોર્ટના ધક્કા પણ ખાવા પડશે.

Ahmedabad Traffic: વન નેશન વન ચલણ હેઠળ આ 3 મુદ્દાઓ પર થશે કાર્યવાહી, ધ્યાન રાખજો નહીં તો ખાવા પડશે કોર્ટના ધક્કા
Ahmedabad Traffic: વન નેશન વન ચલણ હેઠળ આ 3 મુદ્દાઓ પર થશે કાર્યવાહી, ધ્યાન રાખજો નહીં તો ખાવા પડશે કોર્ટના ધક્કા

By

Published : Mar 18, 2023, 4:16 PM IST

Updated : Mar 18, 2023, 5:54 PM IST

અમદાવાદઃશહેરમાં વન નેશન વન ચલણ હેઠળ અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગ છેલ્લા ઘણા સમયથી કામ કરી રહ્યું છે. તેનો સીધો ફાયદો એ થશે કે, અન્ય શહેર કે, રાજ્યનું વાહન અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરશે તો તેનો ડેટા વન નેશન વન ચલણ હેઠળ તમામ રાજ્યની તમામ પોલીસ પાસે હોવાથી તેને સીસીટીવીના આધારે ઈ ચલણ મોકલી શકાશે.

આ પણ વાંચોઃSurat Traffic Challan: ઈ ચલણ મોકલવામાં સુરત અવ્વલ, વન નેશન વન ચલણનો કડક અમલ

શહેર પોલીસ પાસે ડેટા નહતોઃ અત્યાર સુધી અમદાવાદ શહેર પોલીસ પાસે અન્ય રાજ્યના વાહનોનો ડેટા નહતો. એટલે અન્ય રાજ્યોનું વાહન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે અથવા તો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતું દેખાય તો તેના નંબરના આધારે વાહનમાલિકની વિગતો મેળવવા જેતે રાજ્યની પોલીસની મદદ લેવી પડતી હતી, તેવામાં હવે દરેક શહેર જ્યાં વન નેશન વન ચલણ શરૂ થયું છે. ત્યાં પોલીસની કામગીરીમાં સરળતા રહેશે.

શહેરના રોડરસ્તાઓ પર હાઈટેક સીસીટીવી કેમેરાઃ2015ના વર્ષમાં અમદાવાદ શહેર પોલીસે અલગઅલગ રોડરસ્તાઓ પર હાઈટેક સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, જેમાં જે વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું ભંગ કરે. તેમ જ ટૂવ્હિલર ઉપર હેલમેટ ન પહેરે અથવા કારમાં સિટબેલ્ટ ન પહેરે અથવા તો સિગ્નલ પર રેડ લાઈટ વાયૉલેશન કરે તેવા ચાલકો સામે દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જે દંડની રકમ 8 વર્ષોમાં 306 કરોડ રૂપિયાને પર પહોંચી છે.

આ પણ વાંચોઃSurat News : ટ્રાફિકમાં ફસાયેલા બોર્ડ પરીક્ષાર્થીઓ માટે મદદગાર સુરત પોલીસ, સમયસર કેન્દ્ર પર પહોંચાડવા શું કર્યું જૂઓ

અમદાવાદ ટ્રાફિક DCPએ આપી માહિતીઃ આ અંગે અમદાવાદ શહેર પોલીસના ટ્રાફિક ડિસીપી સફીન હસને ETV ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 16મી જાન્યુઆરીથી અમદાવાદમાં વન નેશન વન ચલણ શરૂ થયું છે, જેમાં 3 મુદ્દાઓ મહત્વના છે. આમાં સૌથી પહેલા દેશના કોઈ પણ રાજ્યનું વાહન કોઈ પણ રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે. તો તેને ઈ ચલણ મોકલવામાં આવશે. બીજી બાબત મોબાઈલ પર વાહનચાલકને ઈ ચલણ અંગેનો મેસેજ મળતા તે મેસેજના આધારે જ ચલણ ભરી શકશે અને ત્રીજી બાબત ઈ ચલણ જનરેટ થયા બાદ 90 દિવસમાં તે ચલણને ભરવામાં નહીં આવે તો ઑટોમેટિકલી તે ઈ-કોર્ટમાં મેટર જતી રહેશે અને બાદમાં સમગ્ર બાબત કોર્ટમાં ચાલશે.

Last Updated : Mar 18, 2023, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details