આ વાયરલ વિડીયોમાં વડાપ્રધાન મોદીના અવાજ પર પોલીસ જવાનો અભિનય કરે છે. વિડીયોમાં દેખાતા પોલીસકર્મીઓ સાબરમતી પોલીસ સ્ટેશનના જાણવા મળી રહ્યું છે.
વડાપ્રધાન મોદીના ડાયલોગમાં પોલીસકર્મીઓનો વધુ એક ટીકટોક વિડીયો વાયરલ - ગુજરાત પોલીસ
અમદાવાદ: પોલીસકર્મીઓના ટીકટોક વિડીયો સામે આવ્યા બાદ રાજ્યના DGPએ પરિપત્ર જાહેર કર્યો હતો. તેમ છતાં પણ પોલીસકર્મીઓનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં વડાપ્રધાન મોદીના ડાયલોગ પર એક્ટિંગ કરતા 5 પોલીસકર્મીઓ જોવા મળે છે. હાલ તો વિડીયોમાં દેખાતા અને એક્ટિંગ કરતા પોલીસકર્મીઓ સાબરમતી પોલીસ સ્ટેશનના હોવાનું સામે આવ્યું છે.
![વડાપ્રધાન મોદીના ડાયલોગમાં પોલીસકર્મીઓનો વધુ એક ટીકટોક વિડીયો વાયરલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3990885-thumbnail-3x2-tik.jpg)
પોલીસકર્મીઓનો ટીકટોક વીડિયો વાયરલ
પોલીસકર્મીઓનો ટીકટોક વીડિયો વાયરલ
રાજ્યના DGP શિવાનંદ ઝાએ પોલીસ વિભાગ માટે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, કોઈ પણ પોલીસકર્મીએ પોલીસની છબી ખરડાય નહીં તે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો. કોઈ પણ ટિપ્પણી કે ટીકાનો ભોગ પોલીસ વિભાગ ન બને તેનું ધ્યાન રાખવું. પોલીસ સ્ટેશનના કે પોલીસની વર્ધિમાં હોય ત્યારે તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવું અને મર્યાદામાં જ રહેવું. જો કોઈ પણ પોલીસકર્મીનો સોશિયલ મીડિયા પર અશોભનીય વર્તન જણાશે તો તેની સામે તપાસ કરવામાં આવશે.