ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં સરનામું પૂછવાના બહાને ચોરી કરી આરોપી ફરાર, ઘટના CCTVમાં કેદ

અમદાવાદઃ શહેરમાં ચોરી ઘટનામાં વધારો થયો છે, ત્યારે વધુ ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં માધુપુરા વિસ્તારમાં એક્ટિવા પર આવેલા એક વ્યક્તિ અન્ય વ્યક્તિને સરનામું પૂછી એક લાખની ઉઠાંતરી કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. હાલ, પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ahmedabad
અમદાવાદ

By

Published : Jan 21, 2020, 1:19 PM IST

મળતી માહિતી પ્રમાણે, નારણપુરામાં રહેતા રોહિતભાઇ એક દુકાનમાં નોકરી કરે છે. શેઠના કહેવા પ્રમાણે તેઓ સીજી રોડ પરની માધવલાલ અમરતલાલ આંગડિયા પેઢીમાં ગયા હતા. ત્યાંથી તેઓ એક લાખ રોકડા લઇને વાહન લઇ માધુપુરા ખાતેની ઓફિસે પહોંચ્યા હતા. પહોંચીને તેઓ તેમનું વાહન પાર્ક કરતા હતા. તે સમય દરમિયાન એક વાહનચાલક આવ્યો હતો. વાહનચાલકે પોલીસ કમિશ્નર કચેરી જવા માટેનો રસ્તો પૂછતા જ રોહિતભાઇ મુખ્ય રોડ પર ચાલતા આવીને તેને રસ્તો બતાવતા હતા.

અમદાવાદમાં સરનામું પૂછવાના બહાને ચોરી કરી આરોપી ફરાર, ઘટના CCTVમાં કેદ
આ દરમિયાનમાં જ અન્ય એક ઇસમ લાલ કલરના જેકેટમાં આવીને ગલીમાં મૂકેલા વાહન પાસે આવ્યો હતો અને રોહિતભાઈની એક્ટિવાની ડેકીનું લોક ખોલીને એક લાખ લઇને ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઇ હતી.આ મામલે માધુપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details