મળતી માહિતી પ્રમાણે, કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં રહેતા મનીષભાઈ શાહ ખાનગી કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. ફેબ્રુઆરી માસમાં ફોરેક્સ ઓટો ટ્રેડીંગના નામે પૂજા નામની મહિલાના નામથી મેસેજ આવ્યો હતો. જેમાં નો એડવાન્સ, વન ટાઇમ ડિપોઝિટ ફર્સ્ટ અર્ન ડેઇલી રૂ 30,000 ટુ 45,000 વિથ ધ હેલ્પ ઓફ ફોરેક્સ ઓટો ટ્રેડીંગ સોફ્ટવેર, કોલ મી ફોર લાઇવ ડેમો લખેલું હતું. મેસેજ બાદ મહિલાનો મનીષભાઇ પર ફોન આવ્યો હતો.
અમદાવાદમાં ઓનલાઈન રોકાણ કરી હજારો કમાવવાની લાલચ આપી છેતરપીંડી આચરી - ફોરેક્સ ઓટો ટ્રેડીંગ
અમદાવાદ: શહેરમાં ઓનલાઈન છેતરપીંડીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. ફોરેન કરન્સીમાં રોકાણ કરવાનું કહી એકાઉન્ટન્ટમાંથી એક લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે.
ફોનમાં કહ્યું હતું કે, "તે ફોરેક્સ ઓટો ટ્રેડીંગમાં સોફ્ટવેરથી ટ્રેડીંગ કરાવે છે. જો તમે ઈચ્છતા હોવ તો ખાતુ ખોલાવવાનું રહેશે. મનીષભાઈ એ દસ દિવસનો સમય માગ્યા બાદ રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે ઠગ ટોળકીએ એકાઉન્ટ ખોલવાના નામે ડોક્યુમેન્ટ્સ આપી દીધા હતા. બાદમાં ડિપોઝિટના નામે એક લાખ માંગતા મનીષભાઈએ એક લાખ સુરતની બ્રાન્ચમાં ટ્રાન્સફર કર્યા હતા.
ફરિયાદીના એકાઉન્ટ નંબર અને પાસવર્ડ આવ્યા બાદ રોકાણની કિંમતો અને પ્રોફિટ લોસના આંકડા એપ્લીકેશનમાં બતાવ્યા હતાં. ત્યારબાદ માર્ચ મહિનામાં કોઈ અપડેટ ન આવતાં ગૌતમ શાહ નામના વ્યક્તિએ સર્વર ડાઉન હોવાનું જણાવી છેતરપિંડી આચરી હતી. જેથી મનીષભાઈએ સાયબર ક્રાઈમમાં અરજી કરતાં સાયબર ક્રાઈમ ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.