અમદાવાદ: શહેરના હાટકેશ્વર પાસે ભાઈપુર વોર્ડમાં એક યુવાનને જાહેરમાં માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો કે મરનાર યુવક લોહી લુહાણ હાલતમાં હોવા થતા પણ લોકો રસ્તા પર ઉભા ઉભા ફકત જોઈ રહ્યા હતાં. યુવાનને છાતીના ભાગમાં ઉપરા છાપરી ચપ્પુના ઘા માર્યા હતાં. આ સમગ્ર બનાવની જાણ અમરાઈવાડી પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો હતો.
અમદાવાદના પૂર્વમાં હત્યાનો સિલસિલો યથાવત, વધુ એક હત્યા - પોલીસ
અમદાવાદના અમરાઈવાડીમાં આવેલા હાટકેશ્વર પાસે એક યુવાનની ધોળા દિવસે હત્યા કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવને લઈ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પૂર્વમાં હત્યાનો સિલસિલો યથાવત
જોકે હાલ આ સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.