ગુજરાત

gujarat

ETV Bharat / state

Satta Case: માધુપુરા સટ્ટા કેસમાં સામેલ વધુ એક આરોપી ઝડપાયો, આવું હતું નેટવર્ક - Madhupura Satta Case

અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા ક્રિકેટ સટ્ટા નેટવર્કની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી રહી છે. જે ગુનામાં અત્યાર સુધીમાં 24 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, આ કેસ સાથે સંકળાયેલા છુપાતા ફરતા વધુ એક આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલે પકડી પાડ્યો છે.

Satta Case: માધુપુરા સટ્ટા કેસમાં સામેલ વધુ એક આરોપી ઝડપાયો, ગુનામાં ભજવતો મહત્વની કામગીરી
Satta Case: માધુપુરા સટ્ટા કેસમાં સામેલ વધુ એક આરોપી ઝડપાયો, ગુનામાં ભજવતો મહત્વની કામગીરી

By

Published : Jul 27, 2023, 11:13 AM IST

અમદાવાદ: અમદાવાદમાં ક્રાઇમનો રાફડો ફાટયો હોય તેમ એક બાદ એક નવા ક્રાઇમના કેસ આવી રહ્યા છે. ફરી એક વાર ક્રિકેટ સટ્ટા નેટવર્કની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી હતી. જેમાં 23 લોકોની ધરપકડ કરાઇ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ વિજ્ઞાપતીમાં જણાવ્યા અનુસાર અમદાવાદના માધુપુરામાં નોંધાયેલા ગુનામાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગના ગુનામાં સામેલ હર્ષિત બાબુલાલ જૈનને અગાઉ પકડી પાડવામાં આવ્યો હતો.

નાણાકીય વ્યવહાર: આરોપીએ અલગ અલગ ઈસમો તેમજ કંપનીઓના નામના અલગ અલગ બેંક ખાતાઓ ખોલાવી તેમાં શેરબજારના ડબ્બા ટ્રેડિંગ તેમજ ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગના જુગારના નાણાકીય વ્યવહાર કરી અને કરાવડાવી તે પેટે કમિશન મેળવનાર વોન્ટેડ આરોપી નિકુંજ અગ્રવાલને શાહીબાગ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે. હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ કરતા વધારે આરોપીઓ પણ પોલીસના હાથે આવી શકે છે.

સટ્ટા બેટિંગનો નેટવર્ક: આ મામલે પકડાયેલા નિકુંજ અગ્રવાલને આ કેસમાં સંકળાયેલા અન્ય આરોપીઓ સાથે કેવા સંપર્ક હતા અને તે આ નેટવર્કમાં કઈ રીતે સામેલ થઈને ગુનો આંચળતો હતો, તે તમામ દિશામાં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશન હદમાં આવતા દૂધેશ્વરમાં સુમેલ બીઝનેસ પાર્કમાંથી પીસીબીની ટીમે ક્રિકેટ સટ્ટા બેટિંગનો નેટવર્ક પકડી પાડ્યું હતું. જે કેસમાં એક બાદ એક નવા ખુલાસાઓ થયા હતા. સમગ્ર કેસની તપાસ રાજ્ય પોલીસ વડાના હસ્તક આવતી સ્ટેટ મોનિટરિંગ સેલને આપવામાં આવી હતી.

24 આરોપીઓને પકડવામાં આવ્યા: મહત્વનું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુલ 24 આરોપીઓને પકડવામાં આવ્યા છે, જેમાંથી પાંચ આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ પણ કરવામાં આવી છે. જોકે આ કેસ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓને પણ પકડવા માટેની કામગીરી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં વધી રહેલા ગુનાઓ સતત વધી રહ્યા છે. તેમાં પણ સટ્ટા નેટવર્કનો તો રાફડો ફાટયો છે.

  1. Iskcon Bridge Accident : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની તપાસ પૂર્ણ, 5 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર
  2. Iscon Bridge Accident : તથ્યના કારની સ્પીડ 141.27 હોવાનો ખુલાસો, ગાંધીનગર અને શીલજ રોડ પર વધુ અકસ્માત કર્યોનું ખુલ્યું...

ABOUT THE AUTHOR

...view details