અમદાવાદ:શરૂઆતના કોરોના કાળમાં કામના ભરાવાને ધ્યાનમાં રાખીને સરકારી કચેરીઓમાં જરૂરી અને પેન્ડિંગ પડેલ કામ પતાવવા માટે જરૂરિયાત મુજબનો સ્ટાફ રાખવામાં આવતો હતો.ત્યારે અમદાવાદ સ્થિત રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે આરટીઓ ખાતે પણ શરૂઆતમાં 30 ટકા સ્ટાફ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધારીને 50 ટકા કરવામાં આવ્યો અને અત્યારે 100 ટકા સ્ટાફ સાથેની કામગીરી શરૂ થઈ ચૂકી છે.લોકડાઉન બાદ અનલોકની પ્રક્રિયા શરૂ થતા 4 જુલાઈએ અમદાવાદની સુભાષબ્રિજ સ્થિત આરટીઓ કચેરી શરૂ કરવામાં આવી હતી.જેમાં કોઈપણ કાર્ય માટે ફક્ત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ જ મળે છે.
RTOમાં લાયસન્સ કઢાવવા માટે એક મહિનાનું વેઇટિંગ - અરજદારોની કફોડી હાલત
કોરોના વાઈરસના સંક્રમણને કારણે સમગ્ર દેશમાં 22 માર્ચથી લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેમાં જીવન જરૂરિયાતની સેવાઓ સિવાય તમામ નાના-મોટા કામધંધાની સાથે સરકારી કચેરીઓ પણ બંધ રહી હતી. ત્યારે આરટીઓ કચેરીમાં લાયસન્સ કઢાવવા એક મહિનાનું વેઈટિંગ હોવાથી અરજદારોની હાલત કફોડી બની હતી.
ઉલ્લેખનીય છે કે, આરટીઓમાં પહેલા થતાં જ એજન્ટના દર્શન જરૂર થાય છે. આમ તો સરકાર અને આરટીઓ અધિકારીનું કહેવું છે કે, તેમણે એજન્ટ પ્રથા નાબૂદ કરી છે.પરંતુ આરટીઓ કચેરીની બહાર જ એજન્ટો જોવા મળે છે. જો કે આરટીઓ અધિકારીએ તમામ પ્રકારની વ્યવસ્થા ઓનલાઇન અને અરજી દાતાઓના મદદરૂપ થવા સિંગલ વિન્ડો સિસ્ટમ, હેલ્પલાઇન અને ઇન્કવાયરી વિન્ડો શરૂ કરી છે. તેથી આરટીઓ અધિકારીએ એજન્ટનો સંપર્ક ન કરવા જણાવ્યું હતું. અત્યારે તમામ પ્રકારની અરજી ઓનલાઇન અને મર્યાદિત પ્રમાણમાં સ્વીકારતી હોવાથી ક્રમ પ્રમાણે અરજદારની સેવા પૂરી પાડવામાં આવે છે.