જડેશ્વર વનની એક વર્ષમાં એક લાખ લોકોએ મુલાકાતી લીધી - અમદાવાદ જિલ્લાનું એક માત્ર સાંસ્કૃતિક વન
અમદાવાદ જિલ્લાના ઓઢવ વિસ્તારમાં આવેલું ‘જડેશ્વર વન’ એક એવું વન છે, જેની મુલાકાત લઈ તમે બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ ઉભો કરી શકો છો. 8.55 હેક્ટરમાં ફેલાયેલું જડેશ્વર વન અમદાવાદ જિલ્લાનું એક માત્ર સાંસ્કૃતિક વન છે, જ્યાં રાશિ-નક્ષત્ર આધારિત 15 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
અમદાવાદ : કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિ ઉદભવી ત્યાં સુધીમાં લગભગ એક લાખથી વધુ મુલાકાતીઓ આ વનની મુલાકાત લઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે (2019)માં રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી નિમિત્તે આ જડેશ્વર વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ વનમાં તમે જાઉં એટલે તમને ફૂલોથી સુશોભિત બગીચા, સુંદર તળાવ, ઓપન થિયેટર, ધ્યાન કરવા માટેની સુંદર જગ્યા અને યોગ-કેન્દ્ર વગેરે જેવી સુવિધાઓ ઉપ્લબ્ધ છે. અહીં મોટાઓ માટે ધ્યાનની જગ્યા છે, તો બાળકો માટે ઝુલતો પુલ છે. આ વનની મુલાકાતે આવેલા મુલાકાતીઓને તેમાં ફરવા માટે જરુરી માહિતી મળી રહે તે માટે અહીં ‘Information Map’ પણ લગાવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે, આ વનની મુલાકાત લેવા માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી.
2019માં 70માં વન મહોત્સવની ઉજવણી સમયે અમદાવાદ જિલ્લાના ઓઢવમાં આ વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા પ્રજામાં વનસંરક્ષણ અંગે જાગૃતિ પેદા થાય તે માટે દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વન મહોત્સવ લોકોને વૃક્ષોના વાવેતર અને તેના જતન અંગે પ્રેરણા પૂરી પાડે છે.
ગુજરાત રાજ્યમાં વન મહોત્સવ અંતર્ગત વિકસાવાયેલા વન :
- પુનિત વન - ગાંધીનગરમાં
- ગલ્ય વન - અંબાજી (બનાસકાંઠા)
- તીર્થંકર વન - તારંગા (મહેસાણા)
- હરિહર વન - ગીર સોમનાથ
- શ્યામળ વન - શામળાજી( સાબરકાંઠા)
- પાવન વન - પાલીતાણા(ભાવનગર)
- વિરાસત વન - પાવાગઢ(પંચમહાલ)
- ગુરુ ગોવિંદ સ્મૃતિ વન - માનગઢ( મહિસાગર)
- નાગેશ વન - દ્વારકા(દેવભૂમિ દ્વારકા)
- મહિસાગર વન - આણંદ
- શક્તિ વન (કાગવડ) - રાજકોટ
- જાનકી વન - વાસંદા(નવસારી)
- આમ્રવન - બાલચૌઠી(વલસાડ)
- એકતા વન (મૌતા) - સુરત
- શહીદ વન( ભૂચર મોરી) - જામનગર
- વિરાંજલિ વન( પાલ દાધાવાવ) - સાબરકાંઠા
- રક્ષક વન (રુદ્રમાતા ડેમ સાઈટ) - કચ્છ
- જડેશ્વર વન(ઓઢવ) - અમદાવાદ
- ભક્તિ વન - ચોટીલા