ગુજરાત

gujarat

ETV Bharat / state

નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ આપતા ગુજરાતના સૌપ્રથમ મહિલા ક્રિકેટર, જુઓ વિશેષ અહેવાલ - ગુજરાતના મહિલા ક્રિકેટ ખેલાડીઓ

સમગ્ર વિશ્વમાં રમાતી ક્રિકેટની રમત એ કાયમ પુરૂષપ્રધાન રમત રહી છે. પરંતુ સમય જતાં મહિલાઓ પણ આ રમતમાં રસ લેતા થયા છે અને ખૂબ પ્રગતિ પણ કરી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ વિશ્વફલક પર પોતાનું એક આગવું અસ્તિત્વ ધરાવે છે અને હવે ગરવી ગુજરાતની મહિલાઓ પણ ક્રિકેટના મેદાનમાં આગળ વધી રહી છે.

આ ગુજરાતી મહિલા ગરીબ બાળકોને નિ:શુલ્ક આપે છે ક્રિકેટ કોચીંગ, અમદાવાદમાં છે એકેડમી
આ ગુજરાતી મહિલા ગરીબ બાળકોને નિ:શુલ્ક આપે છે ક્રિકેટ કોચીંગ, અમદાવાદમાં છે એકેડમી

By

Published : Sep 2, 2020, 6:04 PM IST

અમદાવાદ: આ વાત છે અમદાવાદના જિજ્ઞા ગજ્જરની. એચ. કે.આર્ટસ કોલેજના વિદ્યાર્થીની રહી ચૂકેલા જિજ્ઞા ગજ્જરે અનેકવાર કોલેજ તરફથી મેચ તેમજ સ્પર્ધાઓમાં ભાગ લીધો અને સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં સ્થાન પામ્યા હતા. એક ગુજરાતી મહિલા તરીકે ક્રિકેટમાં તેમણે પોતાની આગવી પ્રતિભા દ્વારા અવનવા રેકોર્ડ્સ બનાવ્યા છે.

આ ગુજરાતી મહિલા ગરીબ બાળકોને નિ:શુલ્ક આપે છે ક્રિકેટ કોચીંગ, અમદાવાદમાં છે એકેડમી
આ ગુજરાતી મહિલા ગરીબ બાળકોને નિ:શુલ્ક આપે છે ક્રિકેટ કોચીંગ, અમદાવાદમાં છે એકેડમી

સાંસારિક જીવનમાં પ્રવેશ કર્યા બાદ પણ ક્રિકેટ જગતને તેઓ અલવિદા ન કહી શક્યા. તેમણે બેંગ્લોર ખાતે ક્રિકેટ કોચિંગ કઈ રીતે આપવું તેની તાલીમ લીધી અને અમદાવાદ સાસરે પાછા આવી ઘરની પણ જવાબદારીઓ સંભાળી હતી. તેમણે પોતાના સાસરામાં પોતે ક્રિકેટ કોચિંગ કરવા માંગે છે અને તે માટે ક્રિકેટ એકેડમી બનાવવા માંગે છે તેવી ઈચ્છા વ્યક્ત કરી અને આ કાર્યમાં તેમને તેમના પતિ કે જેઓ વ્યવસાયે શહેરના જાણીતા ઇન્ટિરિયર ડિઝાઈનર છે તેમનો પણ સહયોગ સાંપડ્યો હતો.

આ ગુજરાતી મહિલા ગરીબ બાળકોને નિ:શુલ્ક આપે છે ક્રિકેટ કોચીંગ, અમદાવાદમાં છે એકેડમી
આ ગુજરાતી મહિલા ગરીબ બાળકોને નિ:શુલ્ક આપે છે ક્રિકેટ કોચીંગ, અમદાવાદમાં છે એકેડમી

જિજ્ઞા ગજ્જર એક એવી એકેડમી શરૂ કરવા માંગતા હતા જ્યાં ગરીબ અને મધ્યમવર્ગના બાળકો મફતમાં ક્રિકેટ શીખી શકે અને તેમને એ દરેક તાલીમ મળી રહે જે શહેરની અન્ય કોચિંગ એકેડમીમાં મળતું હોય.

આ ગુજરાતી મહિલા ગરીબ બાળકોને નિ:શુલ્ક આપે છે ક્રિકેટ કોચીંગ, અમદાવાદમાં છે એકેડમી

આજે આ એકેડમીને શરૂ થયે પાંચ વર્ષ થઈ ગયા છે. અહીં જિજ્ઞા ગજ્જર બાળકોને ક્રિકેટની સાથે સાથે ફિટનેસ અને સારો ખોરાક લેવાની પણ ટ્રેનિંગ આપે છે. તેમની એકેડમીના બાળકો અત્યારે પ્રખ્યાત દુલીપ ટ્રોફી સુધી પહોંચ્યા છે અને ભારતીય ક્રિકેટ ટીમમાં પણ તેઓ સ્થાન પામે તેવું જિજ્ઞા ગજ્જરનું સપનું છે.

આ ગુજરાતી મહિલા ગરીબ બાળકોને નિ:શુલ્ક આપે છે ક્રિકેટ કોચીંગ, અમદાવાદમાં છે એકેડમી

કોરોના મહામારી વચ્ચે પણ આ મહિલા ક્રિકેટર "સ્પોર્ટ્સ યોદ્ધા" તરીકે પ્રસ્થાપિત થયા છે. લોકડાઉનના સમયમાં તેમણે બાળકો માટે જુદા-જુદા ડિજિટલ પ્લેટફોર્મ પર વેબીનારનું આયોજન કરીને ફિટનેસની સાથે સાથે જ બોલિંગ અને બેટિંગની ટિપ્સ આપી તેમને રમત સાથે જોડાયેલા રહેવા પ્રેરણા આપી હતી.

આ ગુજરાતી મહિલા ગરીબ બાળકોને નિ:શુલ્ક આપે છે ક્રિકેટ કોચીંગ, અમદાવાદમાં છે એકેડમી

જિજ્ઞા ગજ્જર તેમની એકેડમી થકી ચાલી તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ મજૂરોના બાળકોને નિ:શુલ્ક ક્રિકેટ શીખવાડે છે. આ બાળકો ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલ પર ટીમમાં સિલેક્ટ પણ થયા છે. આવ્યા ત્યારે આ બાળકોને પગમાં પહેરવાના બૂટ પણ ન હતા, લઘરવઘર કપડામાં રહેતા, અને હવે તેઓ ટર્ફ પર રમવા જઈ શક્યા છે.

આ ગુજરાતી મહિલા ગરીબ બાળકોને નિ:શુલ્ક આપે છે ક્રિકેટ કોચીંગ, અમદાવાદમાં છે એકેડમી

સાધનસંપન્ન વ્યક્તિઓના બાળકો પાસે મસમોટી ફી ઉઘરાવીને ક્રિકેટ કોચિંગના નામે લૂંટ મચાવતી એકેડમીઓ કરતા પોતાના પૈસા અને મહેનત વડે ગરીબ બાળકોની પ્રતિભાને આગળ લાવવાનો અથાગ પ્રયાસ કરતાં જિજ્ઞા ગજ્જરને ઇટીવી ભારત તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

અમદાવાદથી મનન દવેનો વિશેષ અહેવાલ, ઇટીવી ભારત

ABOUT THE AUTHOR

...view details