ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં નકલી પોલીસ બની ખંડણી ઉઘરાવતા 1 ઇસમની ધરપકડ

શહેરમાં અનેકવાર નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે અને અવાર નવાર આવા અનેક કેસો સામે આવતા હોય છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે , જેમાં 3 જેટલા લોકો ભેગા થઈને એક વ્યક્તિને પકડી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી રૂપિયા પડાવી લીધા હતા.જે બાદ આ ઘટનાની ફરિયાદ દાખલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદમાં નકલી પોલીસ બની ખંડણી ઉઘરાવતા 1 ઇસમની ધરપકડ
અમદાવાદમાં નકલી પોલીસ બની ખંડણી ઉઘરાવતા 1 ઇસમની ધરપકડ

By

Published : Jul 5, 2020, 8:11 PM IST

અમદાવાદ : શહેરના મેઘાણીનાગરમાં રહેતા એક વ્યક્તિ સિટીએમ પાસે પોતાની મહિલા મિત્રને મળી ઘરે પરત જઈ રહ્યો હતો. આ સમયે આરોપીઓ તેને રોકી લીધો અને તેને કહેવા લાગ્યા કે અમને ખબર છે કે તું કોને મળીને આવ્યો છે અને પોતે પોલીસ હોવાનું જણાવી જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી,એટલું જ નહિં આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા 75 હજારની માંગણી કરી હતી.


ફરિયાદીની આબરૂના જાય તે બીકે તેણે પેહલા રૂપિયા 10 હજાર અને બીજા દિવસે 15000 હજાર આપ્યા હતા,પરંતુ તેને શંકા જતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ પોલીસે આ આરોપીઓની તપાસ શરૂ કરી હતી અને એક આરોપી અયુબસા દીવાન નામના વ્યક્તિને ઝડપી લીધો હતો. આ આરોપી પાસેથી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેણે અન્ય 2 મિત્રોનું નામ પણ જણાવ્યું હતું.

રામોલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી, આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દીધા છે. સલીમ રાજપૂત અને યાસીન કુરેશી ફરાર છે અને જેમને પોલીસ પકડવા કાર્યવાહી કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details