ગુજરાત

gujarat

ETV Bharat / state

World Water Day : "જે જગ્યાએ પાણી બગાડ થાય છે તે લોકોના નળ કનેક્શન કાપી ને દંડ" - World Water Day 2022

આજે વિશ્વ જળ દિવસ (World Water Day) છે ત્યારે લોકો પાણી લઈને થોડા જાગૃત થાય છે. તેને લઈને અમદાવાદ કોર્પોરેશન વોટર સપ્લાય (Ahmedabad Corporation Water Supply) એન્ડ સુઅરેજ કમિટીના ચેરમેને જણાવ્યું કે, જે જગ્યાએ પાણી બગાડ થાય છે. ત્યાં નળ કનેક્શન કાપીને દંડ કરવામાં આવે છે.

World Water Day : "જે જગ્યાએ પાણી બગાડ થાય છે તે લોકોના નળ કનેક્શન કાપી ને દંડ"
World Water Day : "જે જગ્યાએ પાણી બગાડ થાય છે તે લોકોના નળ કનેક્શન કાપી ને દંડ"

By

Published : Mar 22, 2022, 9:07 AM IST

અમદાવાદ :જળ એ જ જીવન છે. ઈ.સ.1993માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ 22, માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે (World Water Day) ઘોષિત કર્યો છે. તેથી સમગ્ર વિશ્વમાં 22, માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવતા હોય છે. ત્યારે વિશ્વ જળ દિવસે (Happy World Water Day) અમદાવાદ શહેરમાં પાણીને લઈને કેટલાક પ્લાન, કેટલા બોર વિવિધ વિસ્તારોની માહિતી જાણીએ.

"જે જગ્યાએ પાણી બગાડ થાય છે તે લોકોના નળ કનેક્શન કાપી ને દંડ"

હાલમાં 3 જગ્યા પણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત -અમદાવાદ કોર્પોરેશન વોટર સપ્લાય એન્ડ (Ahmedabad Corporation Water Supply) સુઅરેજ કમિટીના ચેરમેન જતિન પટેલે જણાવ્યું કે, હાલ નર્મદા કેનાલ દ્વારા 95 ટકા વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી સરફેસ સોર્સ દ્વારા પાણી અમદાવાદ શહેરમાં પૂરું પાડવામાં આવે છે. અમદાવાદ શહેરમાં રોજ 1450 MLD જેટલો સપ્લાય કરવામાં આવે છે. જે ભૂતકાળમાં બોર દ્વારા પાણી આપવામાં આવતું હતું તે હવે ટ્રિટમેન્ટ પ્લાન્ટ દ્વારા આપવામાં આવે છે. હાલમાં કોતરપુર, જાસપુર, રાસ્કામાં 1750 MLD કેપીસીટી ટ્રીટમેન્ટ પ્લાન સામે 1450 MLD પાણી સપ્લાય થાય છે.

આ પણ વાંચો :World Water Day 2022 : ઘેડની અનોખી સમસ્યા, ચોમાસામાં પૂર અને ઉનાળામાં પોકાર પાણીનો

ભવિષ્યને ધ્યાનમાં રાખી કામો - 2030 સુધી વસ્તીને ધ્યાનમાં 300 MLD પ્લાનના ટ્રીટમેન્ટ કામ ચાલુ છે. જે આગામી એક વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ અમદાવાદમાં 245 વોટર ડિસ્ટ્રિબ્યુશન માધ્યમથી અમદાવાદના વિવિધ વિસ્તારમાં પાણી પહોચાડવામાં આવે છે. ભવિષ્યને ધ્યાનમાં રાખી કોતરપુરથી પશ્ચિમ ઝોન 1600MM વ્યાસની લાઈન નાખવામાં આવશે. જે મોટેરા સ્ટેડિયમથી ચાંદખેડા અને વસ્ત્રાલ રિંગરોડથી ગાય સર્કલ સુધી જોડવામાં આવશે.

એક વ્યક્તિ દિવસમાં 140 લિટર પાણીની જરૂરિયાત -WHO ના પ્રમાણે એક વ્યક્તિને એક દિવસ માટે 140 લીટર જરૂર પડે છે. તે મુજબ અમદાવાદ કોર્પોરેશન પાણીની ટાંકી (Rain Water in Ahmedabad) પર મીટર લગાવવામાં આવ્યા છે. એના માધ્યમથી એક ઘરમાં 1 હજાર લીટર પાણી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :Bhuj Animal Husbandry Camp: ભુજમાં પશુપાલન શિબિર, 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન અને સુજલામ સુફલામ જળ અભિયાનનું લોકાર્પણ કરાયું

પાણી જોઈ વિચારીને વાપરવું જોઈએ - પાણીનો બગાડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે, જે જગ્યાએ પાણી બગાડ થાય છે. તે લોકોને નળ કનેક્શન કાપીને દંડ કરવામાં આવે છે. પાણી જો વિચારને ઉપયોગ કરીશું તો આવનારી પેઢી માટે ઉપયોગી થશે. સાથે સાથે વરસાદનું (World Water Day 2022) પાણીનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details