ગુજરાત

gujarat

ETV Bharat / state

રામ મંદિર ભૂમિ પૂજનના ખાસ દિવસે ટપાલ ખાતા દ્વારા વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન જારી કરાઈ - special pictorial cancellation was issued

ગુજરાત ટપાલ વિભાગ દ્વારા રામ મંદિર ભૂમિ પૂજન દિવસ નિમિત્તે વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન જારી કરાઈ છે. આ કેન્સલેશન 5 ઓગસ્ટના રોજ ગુજરાતના ત્રણ ફિલાટેલી બ્યુરોઝ (અમદાવાદ જી.પી.ઓ., વડોદરા એચ.ઓ. અને રાજકોટ એચ.ઓ.)માં પ્રકાશિત કરવામાં આવી છે અને તે બુધવારના રોજ ત્રણ બ્યૂરો પર પ્રાપ્ત ટપાલ પર લગાવવામાં આવશે. ફિલાટેલિકના શોખમાં, વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન ખૂબ મહત્વનું છે અને તે ફિલાટેલિક મૂલ્યમાં ખૂબ જ શ્રેષ્ઠ છે.

રામ મંદિર ભૂમિ પૂજનના ખાસ દિવસે ટપાલ ખાતા દ્વારા વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન જારી કરાઈ
રામ મંદિર ભૂમિ પૂજનના ખાસ દિવસે ટપાલ ખાતા દ્વારા વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન જારી કરાઈ

By

Published : Aug 5, 2020, 7:24 PM IST

અમદાવાદ: ગુજરાતના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ, અશોક કુમાર પોદ્દારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને, "રામાયણ" વિષયની ટપાલ ટિકિટો પર રામ મંદિર ભૂમિ પૂજન દિવસ નિમિત્તે પ્રકાશિત વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન સાથે વિશેષ આલ્બમ પ્રસ્તુત કર્યું હતું.

કોઈ પણ પ્રસંગની યાદ માટે ખાસ પિક્ટોરિયલ કેન્સલેશન પ્રકાશિત કરવામાં આવે છે. આ ફિલોટેલિક ઇતિહાસમાં એક મહાન ક્ષણ છે કે, રામ મંદિર ભૂમિ પૂજન દિવસને વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન દ્વારા યાદગાર બનાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details