ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ પર, પગાર વધારાની કરી માગ - નર્સિંગ સ્ટાફ હડતાળ પર

અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તેમની પગાર વધારાની માગણીને લઈ હડતાળ પર ઉતર્યા હતા. નર્સિંગ સ્ટાફ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના વેતન ધોરણમાં તફાવત હોવાનું જણાવી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્ટાફની માગ પૂર્ણ નહીં થાય તો અગાઉ સમયમાં રાજ્યભરના નર્સિંગ સ્ટાફ અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. પગાર વધારા સહિતની પડતર માંગો સાથે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે ધરણા કર્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો

By

Published : Jul 25, 2019, 3:45 PM IST

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો હતો. નર્સિંગના કેન્દ્ર અને રાજ્ય સરકારના વેતન વચ્ચે તફાવત હોવાથી જેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. સમાન કામ અને સમાન વેતનની માગણી નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. જે માગણી પુરી નહીં થાયતો રાજ્યના તમામ કર્મચારીઓ હડતાળ ઉતરશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો

નર્સિંગ સ્ટાફના મેમ્બરના જણાવ્યા અનુસાર, હાલ શાંત આંદોલન ચાલી રહ્યું છે. આગામી ગુરૂવારે એટલે કે 1 ઓગષ્ટના રોજ રેલી પણ યોજવામાં આવશે અને હોસ્પિટલમાં કથા પણ કરવામાં આવશે. છતા માગણીઓ પુરી નહીં થાય તો અચોક્કસ મુદત સુધી નર્સિંગ સ્ટાફ દ્વારા પેન ડાઉન કરવામાં આવશે. અમદાવાદના 1800 અને રાજ્યના 10,000 જેટલા લોકો એક સાથે હડતાળ પર ઉતરશે.

ABOUT THE AUTHOR

...view details