અમદાવાદઃPSIની ભરતી પ્રક્રિયાને વિવાદ મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં (PSI recruitment process controversy)આવી હતી. જેમાં હાઇકોર્ટે અરજદારોને અરજી કરી છે. તેમાં હાઈકોર્ટે અરજદારની સલાહ આપતા કહ્યું છે કે તમે લોકો પરીક્ષાની તૈયારી ચાલુ કરી તમે તમારી ફરિયાદ સાથે તમે કોર્ટ સમક્ષ આવ્યા છો તો તમને ન્યાય જરૂર મળશે એવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું. PSIની ભરતી પ્રક્રિયામાં અયોગ્ય રીતે ભરતી કરવામાં આવી રહી છે. એવા આક્ષેપો સાથેની અરજદાર દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઇને અનેકવાર હાઈકોર્ટમાં રજૂઆત કરવા છતાં પણ રાજ્ય સરકારે હજૂ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી જેને લઇને હાઇકોર્ટ નારાજ થઈ હતી.
આ પણ વાંચોઃશું હવે PSIની ભરતી પ્રક્રિયામાં પણ ગોટાળો....!
સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે -આ સમગ્ર મામલે કોર્ટે સરકારને સલાહ આપતાં કહ્યું હતું કે પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો અને કોર્ટે સરકારને તાકીદ કરી છે કે એક જૂન સુધીમાં અરજદારોની ફરિયાદ મુદ્દે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે. એટલું જ નહીં હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે એડવોકેટ જનરલ હાજર ના હોય તો ગવર્મેન્ટની ઓફિસ આ મુદ્દે જરૂરી માહિતી મેળવીને કોર્ટ સમક્ષ રજૂ કરે. નોંધનીય છે કે છેલ્લી 4 મુદત થી સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં નથી આવી રહ્યો એવું અરજદારો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને કોઈ નિર્ણય ના લે ત્યાં સુધી મેઇન પરીક્ષા ઉપર પણ રોક લગાવવાનો પણ અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે.