ગુજરાત

gujarat

ETV Bharat / state

ફી માફી અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - Hardik Patel application District Collector

અમદાવાદમાં વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફીની માગ સાથે ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા આંદોલન કરાઈ રહ્યુ છે. ગુજરાત વાલી એકતા મંડળ શાળાઓની મનમાની સામે આવેદનપત્ર આપશે. આ લડતમાં હાર્દિક પટેલ પણ વાલી એકતા મંડળના આગેવાનો સાથે જોડાયો છે. વિદ્યાર્થીઓની સમસ્યાઓ મુદ્દે આગામી રણનીતિને લઈ ચર્ચા કરશે.

Hardik Patel
હાર્દિક પટેલે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

By

Published : Jun 26, 2020, 7:40 AM IST

  • હાર્દિક પટેલનું ફી મામલે મોટું નિવેદન
  • ફી માફીની માગ સાથે ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા આંદોલન
  • કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

અમદાવાદ : શહેરમાં વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફીની માંગ ઉઠી છે. ગુજરાત વાલી એકતા મંડળની ફી માફીની માંગ કરી છે. શાળાઓની મનમાની સામે ગુજરાત વાલી એકતા મંડળે આવેદનપત્ર આપ્યું છે. હાર્દિક પટેલ પણ વાલી એકતા મંડળના આગેવાનો સાથે જોડાયા છે.

ફી માફી અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
જેમાં શાળાઓ દ્વારા બેફામ રીતે ઉઘરાવાતી ફી મામલે હાર્દિક પટેલે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ પોતાની સ્કૂલની ફી માફ કરી શરૂઆત કરે. કોંગ્રેસના નેતાઓ ફી માફ કરશે તો ભાજપના નેતાઓને પણ કરવી પડશે. ઓનલાઈન શિક્ષણના નામે ફી ઉઘરાવાઈ રહી છે. સ્કૂલ ફી પર સરકારની કોઇ લગામ નથી. સરકારે વિદ્યાર્થીઓને રાહત આપવી જોઇએ. સરકાર ફી માફ કરી વાલીઓને સહયોગ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details