ગુજરાત

gujarat

ETV Bharat / state

હાશ, રાજ્યમાં ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો એક પણ એક્ટિવ કેસ નહીં - omicron bf 7 variant symptoms

ગુજરાતમાં ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ (Omicron BF 7 variant Cases) કેસ નથી. જુલાઈ-સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટથી સંક્રમિત થયેલા વયોવૃદ્ધ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ ગયા. તો બીજી તરફ BF7 વેરિયન્ટથી ગભરાવવાની જરૂર નથી. સાવચેતી જરૂરથી રાખવાનું ગુજરાત આરોગ્ય વિભાગે જણાવ્યું છે. (corona new variant)

હાશ, રાજ્યમાં ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો એક પણ એક્ટિવ કેસ નહીં
હાશ, રાજ્યમાં ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો એક પણ એક્ટિવ કેસ નહીં

By

Published : Dec 21, 2022, 10:15 PM IST

અમદાવાદ : રાજ્યમાં કોરોના ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ (Corona Variant in Gujarat) કેસ નથી. જેની વધુ વિગતો આપતા આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઇ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટના કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદના 60 વર્ષીય પુરુષ દર્દીને કોવિડ પોઝિટિવ આવતા તેનું સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર ખાતેની GSRB સરકારી ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ 20 સપ્ટેમ્બરના રોજ પોઝિટિવ આવ્યો હતો. આ પુરુષ દર્દીને કફ અને તાવની ફરિયાદ હતી. આ દર્દી હોમ આઇસોલેશનમાં જ સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા હતા. (omicron bf 7 case in gujarat)

આ પણ વાંચોઓમિક્રોનના નવા વેરિયન્ટ BF.7ની ભારતમાં એન્ટ્રી, દેશનો સૌપ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો

અન્ય બે દર્દી તદ્દઅનુસાર વડોદરાના 61 વર્ષીય મહિલાનો કોવિડ રીપોર્ટ પોઝીટીવ (corona new variant) આવતા દર્દીનું તેનું જીનોમ સિકવન્સીંગ સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું હતુ, .જેનો રીપોર્ટ 19 નવેમ્બરના રોજ પોઝિટિવ જણાય આવ્યો હતો. આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવીને સ્વસ્થ થયા હતા. અન્ય એક દર્દી અમદાવાદના 57 વર્ષીય પુરુષ દર્દીને 11મી નવેમ્બરના રોજ કોવિડ પોઝીટીવ આવતા તેનું પણ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ ટેસ્ટીંગ માટે લેબમાં મોકલવામાં આવ્યું હતું. જેનો 20મી ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ દર્દી પણ હોમ આઇસોલેશનમાં જ સંપૂર્ણપણે સ્વસ્થ થયા હતા. (omicron bf 7 cases in india)

આ પણ વાંચોઅમદાવાદ અને વડોદરામાં કોરોનાનો નવા વેરીયન્ટનો શંકાસ્પદ કેસ મળતા તંત્ર હરકતમાં

સાવચેતી ચોક્કસથી રાખીએ આમ, ગુજરાત સરકારની યાદીમાં જણાવ્યા અનુસાર (omicron bf 7 variant symptoms) ઉપરના ત્રણેય દર્દીના ઓમિક્રોન વેરિયન્ટના BF7 વેરિયન્ટના રિપોર્ટ પણ પોઝિટિવ જણાય આવ્યા છે. છતાં તેઓ હોમ આઇસોલેશનમાં સામાન્ય સારવાર મેળવીને સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે. જેથી લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી ચોક્કસથી રાખીએ. (omicron bf 7 variant)

ABOUT THE AUTHOR

...view details