અમદાવાદ : આમ આદમી પાર્ટી રાજ્યમાં પહેલા મફત વિજળી આપવાની ગેરંટી આપી હતી(Aam Aadmi Party New scheme in Gujarat). હવે જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તેમ તેમ તેઓ નવી ગેરંટીઓ આપી રહ્યા છે. તેમને અત્યારે કહ્યું છે કે, તેમની સરકાર બનશે તો જૂની પેન્શન(old pension scheme) યોજનાને ફરીથી લાગું કરશે. આ મુદ્દાથી હાલ રાજનિતિમાં ભારે ગરમાગરમી જોવા મળી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણી સમયે પણ તેમને જૂની પેન્શનનો મૂદ્દો રાખ્યો હતો. ત્યાં પણ હાલ લાગું કરવા માટેના પ્રયાસો ચાલું છે. ઝારખંડમાં ચૂંટણી સમયે પણ આ મુદ્દાને મૂક્યો હતો. રાજસ્થાનમાં હાલમાં જૂની પેન્શન યોજનાને લાગુ કરવામાં આવી છે.
શું કહ્યું રાઘવ ચઢ્ઢાએઆમ આદમી પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ (Raghav Chadha statement) જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ સરકારી કર્મચારી એક બહુ મોટી માંગ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. તેવી માંગને લઈને તમામ સરકારી કર્મચારીઓને સરકારના અધિકારીઓએ બહુ મોટો આંદોલન અને સંઘર્ષ કર્યો છે. ગુજરાતના રોડ ઉપર આ આંદોલનનું રૂપ અને આંદોલનની અવાજ ભાજપ સરકારના અહંકારી અને ભ્રષ્ટ નેતાઓના કાન સુધી પહોંચાડવાની ભરપૂર કોશિશ કરવામાં આવી હતી, પરંતુ ભાજપના નેતાઓએ આ આંદોલનની એક પણ માંગ સ્વીકારી ન હતી. (old pension scheme announcement)
પંજાબમાં ગેરંટી લાગુ કરી દેવામાં આવીવધુમાં ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી સરકારી કર્મચારીઓને વચન આપે છે કે, ગુજરાતમાં 8 ડિસેમ્બરે જ્યારે વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવશે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેના ટુક સમયમાં આ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. ભાજપે જૂમાલા નથી, પરંતુ આ અરવિંદ કેજરીવાલની ગેરંટી છે. અરવિંદ કેજરીવાલે જે પણ ગેરંટી આપી છે. તે પહેલા પંજાબમાં પણ લાગુ કરી દેવામાં આવી છે, ત્યાર બાદ જ ગુજરાતમાં ગેરંટીઓ આપવામાં આવી રહી છે. (Gujarat Election 2022)
નવી પેન્શન યોજના ક્યારે લાગુ કરવામાં આવી?2004 પહેલા, કર્મચારીઓને જૂની પેન્શન યોજના હેઠળ નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળતું હતું. આ પેન્શન નિવૃત્તિ સમયે કર્મચારીના પગાર પર આધારિત હતું. આ યોજના હેઠળ, નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પછી, તેના પરિવારના સભ્યો માટે પેન્શનની જોગવાઈ હતી. અટલ બિહારી વાજપેયી સરકારે એપ્રિલ 2005 પછી નિમણૂક પામેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના બંધ કરી દીધી હતી. તેના સ્થાને, નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી હતી. આ પછી, રાજ્યોએ પણ નવી પેન્શન યોજના અપનાવી હતી.