અમદાવાદ ખાતે 100 ડેઝ ઓફ બોલ્ડ ઈનિશિયેટીવ એન્ડ ડિસાઈવસીવ એક્શન કાર્યક્રમ હેઠળ મોદી સરકાર 2.0ની ઉપલબ્ધીઓ વિશે વાત કરતા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, સરકાર વિકાસની સાથે સમાજ સુધારણાના કાર્યક્રમો કરી રહી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીને સ્વતંત્રતા પછીનો સૌથી ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. આ નિર્ણયથી કાશ્મીર અને તેના લોકો ભારતની સાથે મુખ્યધારામાં જોડાઈ શક્યા છે. કાશ્મીરના કેટલાક ગામોના મુસ્લિમ છોકરાઓ સેનામાં જોડાયા હોવાથી અલગતાવાદી અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓના પેટમાં તેલ રેડાયું છે. કલમ 370ની નાબુદી બાદ કાશ્મીરમાં એક પણ ગોળી ન ચાલી હોવાની કેન્દ્રિય પ્રધાને સ્પષ્ટતા કરી હતી.
2 ઓક્ટોબરથી ઈન્કમ ટેક્સ અધિકારી કર વસુલવા માટે ડાયરેક્ટ નોટીસ નહીં ફટકારે: રવિશંકર પ્રસાદ સરકાર સમાજ સુધારાની કામગીરી મુદ્દે જણાવતા પ્રસાદે કહ્યું કે, નજીવી બાબતે તલાકનો ભોગ બનતી મુસ્લિમ મહિલાઓના હિત માટે મોદી સરકાર દ્વારા ટ્રીપલ તલાક બિલ રેગ્યુલેટ કરવામાં આવ્યું છે. કેટલાક લોકો ટ્રીપલ તલાકનું વિરોધ કરી રહ્યાં છે, પરતું પાકિસ્તાન સહિત 22 ઈસ્લામિક રાષ્ટ્રોમાં ટ્રીપલ તલાક બિલ લાગું છે. વિશ્વએ પણ ભારતના 370 નાબૂદી અને ટ્રીપલ તલાક બિલને અવકાર્યો છે. સઉદી અરબે હાલમાં જ વડાપ્રધાને તેમના વિશેષ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
પાકિસ્તાની આતંકી હાફિઝ સઈઝને નિશાનો બનાવી પ્રસાદે કહ્યું કે, અગાઉના કાયદાને લીધે આતંકીઓ સંગઠન બદલી લાભ લઈ જતાં હતા જે ભાજપ સરકરના રોજ થતાં અટક્યું છે. સરકારે વ્યકિતગત રૂપે આતંકી જાહેર કરવાની સુધારણા કરી છે. લોકોને વહેલી તકે ન્યાય મળે તેના માટે સમગ્ર દેશમાં 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે. જેમાં 35 કોર્ટ ગુજરાતમાં સ્થાપિત કરાશે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને કલમ 370 મુદે જવાબદાર માની સરદાર પટેલ યોગ્ય સાચા ગણાવ્યા હતા.
આરોગ્ય ક્ષેત્રે સરકારને સામાન્ય માણસોની ચિંતા હોવાથી અમે આયુષ્માન ભારત યોજના લાગુ કરી છે. જેમાં અત્યાર સુધીમાં આશરે 3700 કરોડ રૂપિયાનો ફંડ રિલીઝ કરવામાં આવ્યું છે. હાલ સુધીમાં 45 લાખ લોકો સેવાનો લાભ લઈ ચુક્યા છે. આયુષ્માન ભારત હેટળ સરકારે 10 કરોડ લોકોને ગોલ્ડન કાર્ડ આપ્યા હોવાની કબુલાત કરી હતી. હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો કેન્દ્ર બનેલા "સ્લો ઈકોનોમી મુદ્દે વાતચીત કરતા કેન્દ્રિય માહિતી અને પ્રસારણ પ્રધાને જણાવ્યું કે, પ્રથમ ક્વોટરમાં ભારતનું GDP ઘટયું છે, પરતું ઈકોનોમી ફંડામેન્ટલ રીતે મજબુત છે. સરકારની નીતિઓને લીધે ભારતમાં ટેકસ ભરતા કરદાતાઓની સંખ્યામાં બમણો વધારો થયો છે. વર્ષ 2013-14માં ટેકસ ભરનારની સંખ્યા 3.82 કરોડ હતી. જે 2017-18માં વધીને 6.86 કરોડ થઈ છે. આજ રીતે ટેક્સ કલેકશનમાં પણ ભારે વધારો થયો છે. 2013-14માં ટેક્સ વસુલાત 6.4 લાખ કરોડ હતી. જે 2017-18ના આંકડા પ્રમાણે વધીને 10.02 લાખ કરોડ રૂપિયા થઈ છે. GST અને FDIમાં પણ વધારો થતાં ફિસ્કમ ડેફિસિટ અને મોંઘવારી નિયત્રિંત છે.
રોજગારી મુદ્દે વાતચીત કરતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, પાછલા બે મહિનામાં 2.75 લાખ લોકોના નવા EPFO ખાતા ખુલ્યા છે. મુદ્રા યોજના પણ નોકરીઓ ઉપલબ્ધ કરાવી રહી છે. દેશમાં ઈન્ટરનેટનું ડેટાબેઝ વર્ષ 2022 સુધી ભારતને બ્રોડ-બેન્ડલાઈઝડ કરાશે.કોંગ્રેસના રાજમાં મોબાઈલ બનાવતી માત્ર બે જ ફેકટરી હતી. જે આજે વધીને 268 મોબાઈલ ફેક્ટરી શરૂ થઈ છે. પોસ્ટ ખાતામાં 1 લાખ લોકોએ ખાતા ખોલાવ્યા છે.