ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઈકોર્ટે જારી કરેલા જૂના 500 સિવિલ કેસ પૈકી 70 ટકા વર્ષ 1996થી 2001 વચ્ચેના - સિંગલ અને ડિવિઝન બેન્ચ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા 500 જૂના કેસોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે 359 કેસ વર્ષ 1996થી 2001 વચ્ચેના છે. હાઈકોર્ટ સિવિલ કેસમાં જમીનના કેસ કે જેમાં સ્ટે આપવામાં આવ્યો છે અને વાહન અકસ્માત વીમાના કેસ સાંભળશે.

Guj HC
Guj HC

By

Published : Sep 3, 2020, 7:36 PM IST

અમદાવાદ: કોરોના લોકડાઉન બાદ 14મી સપ્ટેમ્બરથી પહેલીવાર ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવામાં આવશે. તેમાં વર્ષો જુના 500 જેટલા સિવિલ કેસ પર સુનાવણી હાથ ધરાશે. હાઇકોર્ટ દ્વારા સૌથી જૂના 500 સિવિલ કેસની યાદીમાં 1981થી 2010 સુધીના કેસનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ 500 કેસ પૈકી વર્ષ 1996થી 2001 વચ્ચે નોંધાયેલા સિવિલ કેસની સંખ્યા 359 જેટલી છે. જે લગભગ 70 ટકા થાય છે.

હાઈકોર્ટે જારી કરેલા જુના 500 સિવિલ કેસ પૈકી 70 ટકા વર્ષ 1996 થી 2001 વચ્ચેના

આ સિવાય ક્રિમિનલ કેસની ફિઝિકલ સુનાવણી માટે પણ સિંગલ અને ડિવિઝન બેન્ચ સમક્ષ કેસ મુકાશે. જેમાં જેલ કન્વીક્શનની વર્ષ 2014 સુધી નોંધાયેલી અપીલ અરજીઓ ડિવિઝન બેન્ચ સમક્ષ અને જેલ કન્વીક્શનની વર્ષ 2018 સુધીની અપીલ અરજી સિંગલ જજ સાંભળશે.

આ કેસની સુનાવણી માટે બંને પક્ષ ફિઝિકલ સુનાવણી માટે સહમત હોવા જરૂરી છે અને સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા કોઈપણ પ્રકારની મુદત આપવામાં આવશે નહીં. ફિઝિકલ સુનાવણી માટે ક્રિમિનલ અપીલ અરજી અને જૂની સિવિલ અરજીઓના સાપ્તાહિક બોર્ડ શુક્રવારે રજૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details