અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી જ વિશ્વ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. બપોરે 2.30 કલાકે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વર્લ્ડ કપની મેચ રમાવવા જઈ રહી છે. ત્યારે દુનિયાભરની નજર જેના પર રહેવાની છે તેવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
3000 પોલીસકર્મી તૈનાત: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3000થી વધુ પોલીસ કર્મીઓ સ્ટેડિયમની સુરક્ષામાં તૈનાત રહ્યાં છે. બીજી તરફ પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સ્ટેડિયમની આસપાસના 2.5 થી 3 કિલોમીટર સુધીના વિસ્તારમાં આડેધડ પાર્કિંગ રોકવા 8 ટોઈંગ ક્રેઇન સ્પોટ પર રાખવામાં આવી છે. જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 17 પાર્કિંગ પ્લોટ રિઝર્વ કરવામાં આવ્યા છે. આશરે 8 હજાર કાર અને 10 હજાર ટુ વ્હીલરના પાર્કિંગની ક્ષમતા ધરાવતા પાર્કિંગ પ્લોટ માટે શો માય પાર્કિંગ એપથી પાર્કિંગ સ્લોટ બૂક કરાવી ચાર્જ ચૂકવી વાહનો પાર્ક કરવાના રહેશે.
ક્યાં રૂટ બંધ ? મેચને લઈને શહેરમાં ટ્રાફિકની સ્થિતિ ન સર્જાય તે માટે જનપથથી લઈને મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ અને ત્યાંથી લઈને કૃપા રેસિડેન્સીથી મોટેરા સુધીનો માર્ગ બંધ રહેશે. જ્યારે વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત, જનપથ, પાવર હાઉસ ચાર રસ્તાથી લઈને પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગ પરથી અવરજવર કરી શકાશે. તો કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટ ચાર રસ્તાથી ભાટ-કોટેશ્વર રોડથી એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે.
જડબેસલાક બંદોબસ્ત: સુરક્ષાની જવાબદારીની વાત કરીએ તો આ ક્રિકેટ વર્લ્ડ કપ મેચ પર આતંકી ખાલીસ્તાની ગુરુપવતસિંહના ધમકીભર્યા પ્રી રેકોર્ડડ મેસેજને લઈને આ વર્ષે મેચમાં પોલીસનો લોખડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. સાથે-સાથે ત્રણ સ્તરની મજબૂત સુરક્ષા રહેશે, જેમાં આશરે 3 હજારથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. જેમાં 1 ડીઆઇજી, 8 ડીસીપી, 12 એસીપી, 25 પીઆઇ, 68 પીએસઆઇ, 1631 કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ મળીને કુલ 1743 જવાનો જોડાયા છે. આ ઉપરાંત ટ્રાફિક વિભાગના 1 જેસીપી ,3 ડીસીપી, 4 એસીપી, 9 પીઆઇ, 17 પીએસઆઇ, 1205 જેટલા કોન્સ્ટેબલ, હે.કો., એ.એસ.આઇ અમે કુલ 1200થી વધુ પોલીસકર્મી તૈનાત રહેશે.
પોલીસનો લોખંડી બંદોબસ્ત:
1 ડીઆઇજી
8 ડીસીપી
12 એસીપી
25 પીઆઇ