ગુજરાત

gujarat

ETV Bharat / state

દરગાહમાં યજ્ઞનું આયોજન કરાતા વિવાદ, હાઇકોર્ટે ગુગલમેપની મદદ લીધી - Imam Shah Dargah Case Ahmedabad

અમદાવાદમાં આવેલી એક દરગાહ ફરી એકવખત વિવાદમાં (Objection to Yagna Near Pirana) આવી છે. અમદાવાદના પીરાણા વિસ્તારમાં આવેલી ઈમામશાહ બાવાની દરગાહ ફરીવાર વિવાદના (Land Controversy Ahmedabad) વર્તુળમાં અટવાઈ છે. જેમાં હવે મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. ગુજરાત હાઈકોર્ટે આ અરજીનો નિકાલ કરી દીધો છે. જાણીએ શું છે સમગ્ર મામલો.

દરગાહમાં યજ્ઞનું આયોજન કરાતા વિવાદ, હાઇકોર્ટે ગુગલમેપની મદદ લીધી
દરગાહમાં યજ્ઞનું આયોજન કરાતા વિવાદ, હાઇકોર્ટે ગુગલમેપની મદદ લીધી

By

Published : Oct 15, 2022, 6:11 PM IST

અમદાવાદઃ અમદાવાદની નજીક આવેલા પીરાણા (Objection to Yagna Near Pirana) ગામમાં જે 600 વર્ષ જૂની ઇમામશાહ બાવા દરગાહ આવેલી છે. એ ફરી વખત વધુ વિવાદમાં આવી છે. ઈમામશાહ બાવા દરગાહ ની હદમાં ટ્રસ્ટ દ્વારા 54 કુંડી મહાવિષ્ણુ યોગ યજ્ઞનું (Land Controversy Ahmedabad) આયોજન કરવાની યોજના હતી. જેને લઈ હાઇકોર્ટમાંસિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી. જેને અરજદાર દ્વારા જે અરજી કરવામાં (Gujarat high Court ahmedabad) આવી હતી. તે અરજદારે તેનો દાવો પરત લીધો છે. જેથી હાઇકોર્ટે આ અરજીનો નિકાલ કર્યો છે. આ કેસ કોઈ જૂનો કેસ નથી. આગામી તારીખ 16 ઑક્ટબોર, 17 ઑક્ટોબર અને 18 ઑક્ટોબરના રોજ અહીં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કેસની મોટી વિગત: આ કેસની વિગતો જોઈએ તો પીરાણામાં ઇમામશાહ બાવા જે દરગાહ આવેલી છે. એમાં સુન્ની આવામી ફોરમે અરજી દાખલ કરી હતી. અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આ મુસ્લિમોનું ધાર્મિક સ્થાન છે આ જગ્યા પર કોઈપણ જાતનું યજ્ઞનું આયોજન કરી શકાય નહીં. તેથી આ યજ્ઞ પર રોક લગાવવામાં આવે. જેને લઈને મોટો વિવાદ થયો હતો. હવે આ સમગ્ર મામલે હાઇકોર્ટમાં સુનવણી કરવામાં આવી હતી. ઇમામશાહ બાવા દરગાહના ટ્રસ્ટ દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો કે, આ સ્થળ પર આવી ધાર્મિક પ્રવૃત્તિ છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે.

મુદ્દો આ પણ ચર્ચામાંઃજે સ્થળ ઉપર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તે દરગાહની નજીક નહીં પરંતુ તેના કમ્પાઉન્ડ એટલે કે પાર્કિંગના વિસ્તારમાં યજ્ઞ યોજાઈ રહ્યો છે જે દરગાહથી ઘણો દૂર છે. મહત્વનું છે કે આ સ્થળની રૂપરેખા જાણવા માટે હાઇકોર્ટે ગુગલ મેપની મદદ લેવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા મોબાઈલ થકી નકશો અરજદાર અને કોર્ટને પણ બતાવવામાં આવ્યો હતો. જે પછી અરજદારે આ મામલે સંતોષ વ્યક્ત કર્યો હતો. જે આશંકાના મામલે અરજદારી અરજી કરી હતી તે શંકાનું સમાધાન થઈ જતા અરજદારે તેનો વાંધો પર પરત લીધો હતો.

હાઈકોર્ટનો આદેશઃઆ મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, 3 દિવસના આયોજિત ધાર્મિક સમારોહમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે સતર્ક રહે. આ સાથે સંપૂર્ણ રીતે સુરક્ષાને પણ ધ્યાને લેવામાં આવે. આ સમગ્ર મામલે હાઇકોર્ટે પોતાનું મહત્વનું અવલોકન કરતાં નોંધ્યું છે કે, તમામ પક્ષકારો તારીખ 17 ઓક્ટોમ્બરે આયોજન થનારા યજ્ઞ મુદ્દે સહમત છે. આ યજ્ઞ પાર્કિંગ વિસ્તારમાં યોજાઇ રહ્યો હોવાથી અરજદારને તેની સામે કોઈ વાંધો નથી. બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ જતા આ સિવિલ અરજીનો હાઇકોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. અરજદારે પણ આ સમગ્ર મામલે પોતાનો સંતોષ વ્યક્ત કર્યો છે. જોકે, આ મામલે દરગાહ કમિટી કે સુન્ની આવામી ફોરમે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details