અમદાવાદ: SVP હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ આજે સવારથી હડતાળ પર ઉતર્યો છે. સ્ટાફના પગારમાં 20% થી વધુનો કાપ કરતા કોરોના વોરિયર્સ એવા નર્સિંગના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. પગાર કાપી લેવાતા નર્સિંગના 75 જેટલા કર્મચારીઓ SVP કેમ્પસમાં એકઠા થયા છે. નર્સિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી USD કંપની દ્વારા જાણ કરાઈ હતી.
SVP હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર, પગાર કાપી લેતા થયા નારાજ
SVP હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ આજે સવારથી હડતાળ પર ઉતર્યો છે. સ્ટાફના પગારમાં 20% થી વધુનો કાપ કરતા કોરોના વોરિયર્સ એવા નર્સિંગના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. પગાર કાપી લેવાતા નર્સિંગના 75 જેટલા કર્મચારીઓ SVP કેમ્પસમાં એકઠા થયા છે. નર્સિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી USD કંપની દ્વારા જાણ કરાઈ હતી.
30 હજારના પગારદારને 22 હજાર અને 20 હજારના પગારદારને 14 હજાર જેટલો પગાર આપવામાં આવશે. તેવી જાણ કરતા નર્સિંગના કર્મચારીઓ નારાજ થયા છે. કર્મચારીઓએ વિરોધ કરતા નોકરી કરવી હોય તો કરો કહીને કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા કહેવામાં આવ્યું છે. PPE કીટ, માસ્ક સહિતનો ખર્ચ થયો હોવાથી પગાર કાપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.
જેના પગલે વહેલી સવારથી નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે, અને કામથી અળગો રહ્યો છે. પૂરો પગાર આપવાની માગ સાથે સ્ટાફે કેમ્પસમાં જ ઘરણાં કર્યા છે. રાજય સરકાર દ્વારા કોરોનામાં ફરજ બજાવતા આવા વોરિયર્સને વધારાનું મહેનતાણું ચૂકવવાનો આદેશ કર્યો છે. પરંતુ આ મહેનતાણું પણ ચૂકવવામાં નહીં આવે ઉલ્ટાનો તેઓનો પગાર કાપી લેવામાં આવ્યો છે.