બજેટ 2019 અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ દુર્ગેશ બુચે જણાવ્યું હતું કે, આ બજેટ અમારી અપેક્ષા પ્રમાણેનું નથી. વેપાર ઉદ્યોગ માટે મલ્ટીપલ ટેક્સ લેગસી ડિસ્પ્યુટ રેઝોલ્યુશન સ્કીમ આવકાર દાયક છે. આધારકાર્ડ નંબર એન્ટર કરી ઈન્ક્મટેક્સ રિટર્ન ભરી શકાય તે એક સારો પ્રયાસ છે. આ સિવાય વર્ષ 2019ના બજેટમાં અમારા માટે કઈ ખાસ નથી.
અપેક્ષા કરતા વિપરીત બજેટ, અમદાવાદ વેપારી મહામંડળે બજેટને નિરસ ગણાવ્યું - AHMEDABAD
અમદાવાદ : લોકસભામાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2019 રજૂ કરવામાં આવ્યું હતું. જેને લઈ કભી ખુશી કભી ગમની લાગણી જોવા મળી રહી છે. અમદાવાદના વેપારી મંડળના સભ્યોએ વર્ષના બજેટથી નારાજગી વ્યક્ત કરી હતી. આ વર્ષે નવા નાણાપ્રધાન અને મોદી સરકાર પાસે બહુ અપેક્ષાઓ હતી. અમારી અપેક્ષા પ્રમાણેનું આ બજેટ નથી.
![અપેક્ષા કરતા વિપરીત બજેટ, અમદાવાદ વેપારી મહામંડળે બજેટને નિરસ ગણાવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3759277-thumbnail-3x2-pko.jpg)
અમદાવાદના વેપરી મંડળના મતે આ વર્ષે સરકાર દ્વારા મેક ઈન ઇન્ડિયાને લઇ આજના બજેટમાં કઈ ન હતું. સાથે - સાથે વેપાર ઉદ્યોગ મતે કોઈ ફાયદાકારક વાત નાણાપ્રધાન દ્વારા કરવામાં આવી નથી. ગત વર્ષે મેક ઈન ઇન્ડિયાની વાત થઈ હતી. આ વર્ષે સ્ટડી ઈન ઇન્ડિયાની વાત થઇ છે.વિચારસરણી બદલાઈ છે. ગત વર્ષે ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસની વાત કરી હતી. આ વર્ષે ઈઝ ઓફ લિવિંગની સરકારે વાત કરી છે.
ઓવરઓલ આ વર્ષના બજેટમાં વેપારીઓ માટે કાંઈ ખાસ નથી. અમદાવાદના વેપારી મંડળના અસભ્યો આ વર્ષના બજેટથી નિરાશ થયા છે. મોદી સરકાર પર વિશ્વાસ રાખ્યો છે. આવનાર સમયમાં આમ જ પરિવર્તનો આવશે તેવી આશા વ્યક્ત કરી છે.