ગુજરાત

gujarat

ETV Bharat / state

બજેટ પાંચ વર્ષના વિકાસનો રોડમેપ રજૂ કરે છે: કરવેરા નિષ્ણાંત

અમદાવાદ : નાણાપ્રધાન નિર્મલા સીતારમને રજૂ કરેલ બજેટ આગામી પાંચ વર્ષના વિકાસનો રોડમેપ રજૂ કરે છે. ઈકોનોમીને બુસ્ટ કરવા પ્રયત્ન કરાયો છે. પરંતુ આવકવેરામાં વધુ સુધારા કરવાની જરૂર હતી. તે થયા નથી. જો કે મોદી સરકારે પાસે હજુ 5 વર્ષ છે. જેથી આગામી વર્ષોમાં કરવેરામાં નવા સુધારા થશે. બજેટ અંગેનું વિશ્લેષણ કરવા માટે ઈ ટીવી ભારતના બ્યૂરો ચીફ ભરત પંચાલે કરવેરાના નિષ્ણાત ધીરેશભાઈ શાહની મુલાકાત લીધી હતી.

બજેટ પાંચ વર્ષના વિકાસનો રોડમેપ રજૂ કરે છેઃ

By

Published : Jul 5, 2019, 8:32 PM IST

Updated : Jul 5, 2019, 9:24 PM IST

ડિજિટલ ટ્રાન્ઝક્શન વધે તે માટે નાણાપ્રધાને રૂપિયા 1 કરોડની રોકડ રકમનો ઉપાડ થાય તો 2 $ TDS ભરવો પડશે. જે પગલુ આવકારદાયક છે. બીજી તરફ 400 કરોડના ટર્નઓવરવાળી કંપનીઓ પર 25 $ કોર્પોરેટ ટેક્સ કર્યો છે. જે પણ સારી બાબત છે. ઉદ્યોગોને વેગ આપીને રોજગારી વધારવાની દરખાસ્ત છે.

બજેટ પાંચ વર્ષના વિકાસનો રોડમેપ રજૂ કરે છે : કરવેરા નિષ્ણાત

એફોર્ડેબલ હાઉસીંગ ખરીદનારને ફાયદો કરાવવામાં આવ્યો છે. આવકવેરા રીટર્ન ફાઈલ કરવા માટે પાન કાર્ડ ન હોય તો આધાર કાર્ડથી ફાઈલ થઈ શકશે. જે બાબત આવકારદાયક છે. બેંકોની NPA ઘટીને આવી છે. જે વાત ઈકોનોમી માટે આનંદના સમાચાર છે.

બજેટ 2019-20
બજેટ 2019-20
Last Updated : Jul 5, 2019, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details