ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: LRD અને બેરોજગાર વિદ્યાર્થીઓને લઈ કોંગ્રેસ પક્ષ અને NSUI સંગઠનમાં આક્રોશ - વિદ્યાર્થી્ આંદોલન

ગુજરાતમાં એલઆરડી ભરતી મામલે એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરવા ગાંધીનગર પહોંચે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવતા કોંગ્રેસ પક્ષ અને એનએસયુઆઇ સંગઠનમાં આક્રોશ ઉભો થયો છે.

ો
અમદાવાદ: LRD અને બેરોજગાર વિદ્યાર્થીઓને લઈ કોંગ્રેસ પક્ષ અને NSUI સંગઠનમાં આક્રોશ

By

Published : Jul 6, 2020, 10:28 PM IST

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં એક બાદ એક આંદોલન જાણે સરકારને બાનમાં લઇ રહ્યા હોય સ્થિતિ સર્જાય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજને ધ્યાનમાં રાખી ગાંધીનગરમાં એલ.આર. ડી ભરતી મામલે વિરોધ થવાનો છે. તેને ધ્યાનમાં રાખી ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. જોકે વિદ્યાર્થીઓ કંઈક કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવતા એન.એસ.યુ.આઇ.ના કાર્યકર્તાઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ: LRD અને બેરોજગાર વિદ્યાર્થીઓને લઈ કોંગ્રેસ પક્ષ અને NSUI સંગઠનમાં આક્રોશ
એન.એસ.યુ.આઈ સંગઠનના પ્રદેશ મહામંત્રી ભાવિક સોલંકીએ ઈટીવી ભારત સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, પોતાના હક્ક માટે લડી રહેલા વિદ્યાર્થીઓની પોલીસ અટકાયત કરી રહી છે. જે સરકારની તાનાશાહી બતાવી રહી છે. ગુજરાતમાં એક તરફ સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફીની ઊઘરાણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પોતાના હક્ક માટે લડી રહેલા વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. જેને લઇ આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ અને એનએસયુઆઇના કાર્યકરો ઉગ્ર આંદોલન કરશે.

ABOUT THE AUTHOR

...view details