શુક્રવારે દીવાન બલલુભાઈ શાળાના વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રવાસે લઇ જવામાં આવ્યાં હતા, ત્યારે વડોદરા ખાતે એક વિદ્યાર્થીનું મોત નિપજયુ હતું, આ મામલે NSUI મેદાને આવ્યું હતું અને શાળાના સંચાલક તથા પ્રવાસમાં સાથે જનાર શિક્ષકનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીના મોત માટે સાથે જનાર શિક્ષકને જવાબદાર સમજી તેની સામે કાર્યવાહી કરવા માગ કરવામાં આવી હતી અને મરનાર વિદ્યાર્થીના પરિવારને વળતર આપવા માટે પણ માંગણી કરવામાં આવી હતી.
પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીના મૃત્યું અંગે NSUIનો વિરોધ
અમદાવાદઃ દીવાન બલ્લુભાઈ શાળાના વિદ્યાર્થીનું પ્રવાસ દરમિયાન મોત નીપજ્યું હતું. જે મામલે NSUI દ્વારા શાળામાં જઈને ટ્રસ્ટી તથા પ્રવાસન શિક્ષકનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીના મોત અંગે જવાબદાર સામે પગલાં ભરી ન્યાયની માંગણી કરવામાં આવી હતી.
વિદ્યાર્થીના મોત મામલે વળતરની માગણી સાથે NSUIનો વિરોધ
આ મામલે એવું પણ જાણવા મળ્યું છે કે, વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવામાં આવ્યા તે મામલે DEO તરફથી પણ પરવાનગી લેવામાં આવી ન હતી માટે DEO પણ આ મામલે પગલાં નહીં લે તો DEO કચેરીએ પણ વિરોધ કરી ઘેરાવ કરવાની NSUI દ્રારા ચીમકી આપવામાં આવી હતી.