NSUIના કાર્યકર્તાઓએ આ નિર્ણયનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, સરકારી પોલીટેકનિક કોલેજમાં ભણતા મોટાભાગના વિદ્યાર્થીઓ ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવે છે. તેમના પરિવારની પરિસ્થિતિ અનુરૂપ વિદ્યાર્થીઓ કપડાં પહેરે છે. ત્યારે કોલેજના પ્રિન્સીપાલ દ્વારા કોલેજમાં દરેક વિદ્યાર્થીએ બુટ અને શર્ટ ઇન કરીને આવવા માર્ગદર્શિકા બહાર પાડતા કોલેજના વિદ્યાર્થીઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. NSUIના કાર્યકર્તાઓએ પોલિટેકનિક કોલેજમાં આચાર્યના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો હતો. રામધૂન બોલાવી આચાર્ય જે નિર્ણય કરવામાં આવ્યો છે. તેનો અમલ દરેક પ્રાધ્યાપકો પણ કરે તેવી પણ માગ કરવામાં આવી હતી. તેમજ દરેક વિદ્યાર્થીને બુટ અને શર્ટ કોલેજ તરફથી આપવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી હતી.
સરકારી પોલીટેકનીક કોલેજમાં વિદ્યાર્થીઓને બૂટ અને શર્ટ ફરજિયાત કરાતા NSUIનો વિરોધ - ahmedabad
અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી સરકારી પોલીટેકનીક કોલેજમાં NSUIએ વિરોધ કર્યો છે. આચાર્ય દ્વારા કોલેજમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને બુટ અને શર્ટ ફરજિયાત પહેરીને આવવાની માર્ગદર્શિકા જાહેર કરાતા NSUI દ્વારા પોલિટેકનિક કોલેજ આંબાવાડી ખાતે આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
etv bharat ahmedabad
આચાર્ય દ્વારા કોલેજમાં શિસ્તતાને લઈને આ પગલું ભરવામાં આવ્યું હતું. પરંતુ સરકારી પોલીટેકનિક કોલેજમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ગરીબ અને મધ્યમ પરિવારના આવતા હોય છે. તેમને આ રીતે અચાનક આચાર્ય દ્વારા બુટ અને શર્ટ ફરજિયાત પહેરવાનું જણાવવામાં આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા.
ઈજનેરી ફિલ્ડના નિયમો મુજબ પગમાં બૂટ અને ઇન્શર્ટ હોય તે જરૂરી નથી. તેમ છતાં કોલેજના આચાર્યએ ફરજિયાત બૂટ અને શર્ટ પહેરવાની માર્ગદર્શિકા જાહેર કરતા એનએસયુઆઇ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો.