NSUIએ રામોલ સામૂહિક દુષ્કર્મની તપાસ CBIને સોંપવા રાષ્ટ્રપતિને કરી રજૂઆત - president
અમદાવાદઃ રામોલ સામૂહિક દુષ્કર્મ મામલે NSUI દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, આરોપીને બચાવવા માટે પોલીસ ધીમીગતિથી કામ કરી રહી છે. હજુ એક આરોપીને કેમ પકડવામાં નથી આવ્યો તે બાબતે પણ NSUI સવાલો કરી રહ્યા છે.
NSUI
બપોરે 12 કલાકે રામોલ સામૂહિક દુષ્કર્મ મામલે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી સુભાષચંદ્ર બોઝ ગેટ પાસે દેશના રાષ્ટ્રપતિને રામોલ સામૂહિક દુષ્કર્મને લઈને પત્ર લખ્યો હતો. જેમાં રામોલ સામૂહિક દુષ્કર્મની તપાસ CBIને સોંપવામાં આવે સાથે પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, અમદાવાદ છોકરીઓ માટે સુરક્ષિત નથી. જેમ બને તેમ આ કેસમાં ઝડપથી ન્યાય મળે તે માટે અને પોલીસ આ કેસમાં કાચુ કાપી રહી હોવાથી ઝડપથી કોઈ કાર્યવાહી કરવાનો પોસ્ટકાર્ડમાં ઉલ્લેખ કરાયો છે.
Last Updated : May 13, 2019, 4:42 PM IST