- અમદાવાદના યુવકે બનાવ્યું સેન્સર યુક્ત વોલેટ
- નકલી ચલણી નોટને ઓળખી નાખશે વોલેટ
- વોલેટ બનાવવામાં ઇલેટ્રોનિક પાર્ટ્સનો ઉપયોગ કર્યો
- પોકેટને 20થી 25 મિનિટ ચાર્જ કરતા તે 50 કલાક સુધી કામ આપે
અમદાવાદઃ અમદાવાદના આંબાવાડીમાં રહેતા અસીન વૈદ્યએ એવું વોલેટ બનાવ્યું છે કે, જેમાં ચલણી નોટ મુકતા જ તે નોટ કેટલી રકમની છે ? ચલણી નોટ(Currency note) અસલી છે કે નકલી તે પણ જણાવી દે છે. અસીન વૈદ્યએ ETVBharને જણાવ્યું હતું કે, પ્રજ્ઞાચક્ષુઓને નાણાકીય વ્યવહારમાં મદદરૂપ થવા, ચલણી નોટ ઓળખવામાં મદદરૂપ થવા અને ચલણી નોટ અસલી છે કે નકલી તેની જાણકારી મેળવવા તેમને આ વોલેટ બનાવ્યું છે. જેથી પ્રજ્ઞાચક્ષુઓને કોઈ છેતરી શકશે નહીં. જો કે આ વોલેટ સામાન્ય માણસોને પણ મદદરૂપ થશે.
2 વર્ષના રિસર્ચનું ફળ
અસીન વૈદ્યએ કર્ણાવતી યુનિવર્સિટીમાંથી પ્રોડક્ટ ડિઝાઈનિંગનો અભ્યાસ કરેલ છે. 2019માં કોલેજમાંથી પાસઆઉટ થયા બાદ તેમણે આ પ્રોજેકટ હાથ ઉપર લીધો. આ વોલેટ બનાવવામાં તેમણે સેન્સર, સ્પીકર્સ, બેટરી અને અન્ય ઇલેટ્રોનિક પાર્ટ્સનો ઉપયોગ કર્યો છે. આ પાર્ટ્સ તાઇવાન, જાપાન અને ચીનથી આવે છે. જેને અસેમ્બલ કરાય છે. આ વોલેટ બનાવવા પાછળ બે વર્ષ રિસર્ચ કર્યું છે અને હજી પણ તેમાં અપડેશન લાવી રહ્યા છે. આ પોકેટને 20થી 25 મિનિટ ચાર્જ કરતા તે 50 કલાક સુધી કામ આપે છે. અસીન વૈદ્યએ આ શોધની પેટન્ટ પેટન્ટ, કોપીરાઈટ અને ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવેલ છે.