અમદાવાદઃ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં વર્ષ 2020-21માં થયેલી પ્રવેશ પ્રક્રિયાનો વિવાદમાંઆજે (Notice to Raksha Shakti University)વધુ સુનાવણી હાથ ધરાય હતી. જેમાં હાઇકોર્ટે કોર્ટના(Gujarat High Court) હુકમની અવમાનનાની અરજી ફગાવી દીધી છે. આ મામલે અરજદારની રજૂઆત હતી કે સેન્ટ્રલાઈઝ એડમિશન પ્રોસેસથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાનોહાઈકોર્ટનો હુકમ હોવા છતાં યુનિવર્સિટીએ પોતાની રીતે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી હતી.
રક્ષા શક્તિ યુનિવર્સિટીનું સ્ટેટ્સ બદલાયું -આ મુદ્દે પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટના હુકમના તિરસ્કારની કાર્યવાહી હાઇકોર્ટે રદ કરી દીધી છે. આ અગાઉ કોર્ટે રક્ષા શક્તિ યુનિવર્સીટી, એડમિશન કમિટી, કમિશનર ફોર હાયર એજ્યુકેશન સહિતના પક્ષકારો સામે કોર્ટના હુકમના તિરસ્કારની નોટિસ ઈશ્યુ કરી હતી. હાઈકોર્ટની અવલોકન હતું કે,સંસદીય પગલાંથી રક્ષા શક્તિ યુનિવર્સિટીનું(Rashtriya Raksha University)સ્ટેટ્સ બદલાયું છે.